પાટણ,16 ઓક્ટોબર : રાજ્યમાં સરકારી ઇજનેરી કોલેજોમાં ફરજ બજાવતા અધ્યાપકોના પડતર પ્રશ્નો હલ કરવા મામલે સરકાર દ્વારા આપવામાં આવેલ અલ્ટીમેટમ ના સમયગાળા દરમિયાન માંગણીઓ પૂર્ણ ના થતા સોમવારે ફરીથી અધ્યાપકો દ્વારા આંદોલનનો આરંભ કર્યો હતો. જેમાં ઉત્તર ગુજરાતની ચાર સરકારી ઇજનેરી કોલેજોમાં ફરજ બજાવતા અંદાજે 300 અધ્યાપકો જોડાયા છે.જેમાં પાટણ ક્તપુર સરકારી કૉલેજમાં અધ્યાપકો દ્વારા વહેલી સવારે કાળી પટ્ટી ધારણ કરી સરકાર સામે પડતર પ્રશ્નો હલ કરવાની માંગ સાથે સૂત્રોચાર કરી વિરોધ પ્રદર્શિત કરવામાં આવ્યો હતો.
સાથે આજથી માત્ર શૈક્ષણિક કાર્ય સિવાય અન્ય કોઈપણ પ્રકારની બિન શૈક્ષણિક કામગીરી અને જવાબદારી નિભાવવાનો તેમજ સરકારી કાર્યક્રમોનો બહિષ્કાર કરવામાં આવ્યો હતો. આગામી સમયમાં સરકાર દ્વારા માગણી સ્વીકારવાની આવે તો વિવિધ આક્રમક વિરોધ પ્રદર્શનના કાર્યક્રમ શરૂ કરવામાં આવશે.
