સોમનાથ/અમદાવાદ,04 નવેમ્બર (હિ.સ.) રાજ્યના ખેડુતોને ખેતીવાડી ખાતાની કિસાન પરિવહન યોજના માટે અરજીઓ મેળવવા માટે આઇ ખેડુત પોર્ટલ 4 નવેમ્બર થી 4 ડિસેમ્બર સુધી ખેડુતો દ્વારા ઓનલાઇન અરજીઓ કરવા માટે ખુલ્લું મુકવામાં આવશે.
જેમા વધુમાં આ વર્ષે અરજીઓ મેળવવા બાબતે સુધારો કરી લક્ષ્યાંકની 110% મર્યાદામાં વહેલા તે પહેલાના ધોરણે અરજીઓ ઓનલાઇન થાય તે મુજબ નક્કી કરવામાં આવી છે. જે ધ્યાને લઇ રાજયના ખેડુતોએ આ ઘટકોમાં સહાય મેળવવા માટે ઓનલાઇન અરજી કરી, અરજીની નકલ પોતાની પાસે રાખવાની રહેશે.તેમજ પૂર્વ મંજુરી મળ્યેથી અરજીની નકલ સાથે જરૂરી સાધનિક દસ્તાવેજ આપને સબંધિત કચેરીએ મોકલવાના રહેશે.
હિન્દુસ્થાન સમાચાર/
