જીનીવા, નવી દિલ્હી, 17 ઓક્ટોબર : ઓસ્ટ્રેલિયા નું એડિલેડ, 2025 એફઆઈવીબી બીચ વોલીબોલ વર્લ્ડ ચેમ્પિયનશિપ ની યજમાની કરશે. ઇન્ટરનેશનલ વોલીબોલ ફેડરેશન (એફઆઈવીબી) એ સોમવારે આની જાહેરાત કરી હતી.
સોમવારે મેક્સિકોના ત્લાક્સકાલામાં ટૂર્નામેન્ટની 2023ની આવૃત્તિના સમાપન બાદ આ જાહેરાત કરવામાં આવી છે.
આ પ્રથમ વખત છે, જ્યારે ઓસ્ટ્રેલિયા બીચ વોલીબોલ વર્લ્ડ ચેમ્પિયનશિપનું આયોજન કરશે. મેક્સિકોમાં ચેમ્પિયનશિપના અંતિમ રાઉન્ડ પહેલા હસ્તાક્ષર સમારંભ યોજાયો હતો.
એફઆઈવીબી ના અધ્યક્ષ આર્ય એસ. ગ્રેકા એ સિન્હુઆ ના હવાલે કહ્યું હતું કે, બીચ વૉલીબોલ વર્લ્ડ ચૅમ્પિયનશિપ તેના ઇતિહાસમાં પ્રથમ વખત ઑસ્ટ્રેલિયા ખાતે જવામાં અમને આનંદ થાય છે, કારણ કે રમતની વૈશ્વિક વૃદ્ધિ અને લોકપ્રિયતા સતત વધી રહી છે. ઑસ્ટ્રેલિયા બીચ વૉલીબોલ માટે એક સ્પષ્ટ કુદરતી સ્થાન છે, જેમાં શાનદાર આયોજન ની દરેક સામગ્રીઑ હાજર છે અને મને તેમાં કોઈ શંકા નથી કે તેઓ તેવું કરશે.
