વડોદરા, 12 ઓક્ટોબર – વડોદરા શહેરમાં આયોજિત ગરબાના આયોજકો સાથે આજે પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે એક બેઠક યોજી હતી જેમાં ખેલૈયાઓના હેલ્થ ચેકિંગ ટ્રાફિક સમસ્યા અને સમય મર્યાદા અંગે વિસ્તૃત ચર્ચા વિચારણા થઈ હતી. ત્યારબાદ પોલીસ અધિકારી મનોજ નીનામાએ જણાવ્યું હતું કે સુપ્રીમ કોર્ટ અને હાઇકોર્ટે રાત્રે 12 વાગ્યા સુધી જ ગરબાનો સમય નક્કી કર્યો છે તેના પ્રમાણે આદેશનું પાલન કરવાનું રહેશે.
તેમણે જણાવ્યું કે મહિલાઓની સુરક્ષા માટે મહિલા પોલીસ કર્મચારીઓ તેમજ શી ટીમ અભયમ ની ટીમ ખેલૈયાઓના ડ્રેસ પહેરી બંદોબસ્ત રાખશે. ગરબાના સ્થળે ખેલૈયાઓના હેલ્થ ચેકઅપ માટે ખાસ ધ્યાન રાખવા ગરબા આયોજકોને અપીલ કરી છે.
