
– ગાંધીનગર ઉત્તર વિસ્તારના મતદાન મથક 143,144,145 નંબરની મુલાકાત લેવામાં આવી
ગાંધીનગર, 30 નવેમ્બર (હિ.સ.) : આજ રોજ ગાંધીનગર કલેક્ટર મેહુલ કે.દવે દ્વારા 36-ગાંધીનગર ઉત્તર વિસ્તારની સેક્ટર-8 સરકારી પ્રાથમિક શાળા ખાતે આવેલા બુથ નંબર 143, 144 તથા 145માં SIR અંતર્ગત યોજાયેલા સ્પેશિયલ કેમ્પની મુલાકાત કરી હતી.
આ કેમ્પમાં હાજર તમામ બી.એલ.ઓ.ની કામગીરી બાબતે તેમણે સમીક્ષા કરવા સાથે, મતદાન મથક પર આવેલા મતદારો સાથે પણ સંવાદ કર્યો હતો.આ તકે કલેકટર દ્વારા ઉપસ્થિતોને ગણતરી ફોર્મ અંગે માહિતગાર કરવામાં આવ્યા હતાં. આ ઉપરાંત તમામ બી.એલ.ઓ. દ્વારા હાલ ચાલી રહેલ SIR ની કામગીરી ખુબ જ સારી રીતે કરી રહ્યા હોય, કલેક્ટર દ્વારા તેમની કામગીરી બિરદાવામાં આવી હતી.
ઉલ્લેખનીય છે કે,આજની આ મુલાકાતમાં પ્રાંત ગાંધીનગર પાર્થ કોટડીયા, મામલતદાર ગાંધીનગર મહેશ ગોહિલ પણ હાજર રહ્યા હતા.
—————
હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ
