અમદાવાદ,18 ઓકટોબર : નિકોલ અમદાવાદ ખાતે આયોજિત ખોડલધામ પારિવારિક નવરાત્રી મહોત્સવ ૨૦૨૩માં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહ્યા હતા.મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આદ્યશક્તિ માં અંબા અને માતા ખોડલના દર્શન કરીને ધન્યતા અનુભવી હતી. ત્યારબાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નવરાત્રી મહોત્સવમાં ઉપસ્થિત ગરબા રસિકોને ગરબા રમતા નિહાળ્યા હતા. અને આ સુંદર આયોજન બદલ ખોડલધામ ટ્રસ્ટના તમામ સભ્યોને શુભેચ્છાઓ પાઠવી હતી.
ખોડલધામ નવરાત્રી મહોત્સવમાં સંસદ હસમુખ પટેલ, અસારવાના ધારાસભ્ય દર્શના વાઘેલા, ઠક્કરબાપાનગરના ધારાસભ્ય કંચન રાદડીયા, વસ્ત્રાલના ધારાસભ્ય બાબુ જાદવ, પૂર્વગ્રહ મંત્રી પ્રદિપસિંહ જાડેજા, અમદાવાદના મેયર પ્રતિભા જૈન, ખોડલધામ ટ્રસ્ટી ધ્રુવ તોગડિયા તેમજ મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.
