અંબાજી,08 ડિસેમ્બર (હિ.સ.) નચિકેતા ફાઉન્ડેશન, પાટણ અને એલ.વી. શેઠ હાઈસ્કૂલ, મોટા સમૌના સંયુક્ત ઉપક્રમે અગ્નિવીર અને SSC – GD તૈયારી કરતા યુવાન ભાઈ બહેનો માટે ભરતી માર્ગદર્શન સેમિનાર કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.
જેમાં યુવાન ભાઈ બહેનોને અગ્નિવીર અને SSC – GD માં સંસ્થા દ્વારા કેવી રીતે તૈયારી કરવી તથા ફોર્મ ભરવાથી લઇને લેખિત પરીક્ષાની તૈયારી સુધીની સંપૂર્ણ માહિતી સંસ્થાના પ્રતિનિધિઓ દ્વારા આપવામાં આવી હતી. વધુમાં આ સંસ્થા દ્વારા ફિઝિકલ અને લેખિત કસોટી સુધીની તમામ પ્રકારની તાલીમ નિ:શુલ્ક આપવામાં આવે છે . વિદ્યાર્થી ભાઈ બહેનો ઘરે બેઠા ઓનલાઇન ક્લાસ કરી શકે તે હેતુથી NSD PATAN નામથી એપ્લિકેશન પણ લોન્ચ કરવામાં આવી છે.
આ કાર્યક્રમમાં 100 નચિકેતા ફાઉન્ડેશનના ટ્રસ્ટી પ્રજ્ઞેશભાઈ પટેલ, મૂકેશ ભાઈ ઠાકોર તેમજ શાળાના ટ્રસ્ટીશ્રી દવે સાહેબ, શાળાના આચાર્યશ્રી નટુભાઈ જોશી, શાળાનો સ્ટાફગણ, પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓ, ધોરણ 10 થી 12 માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ, વાલીઓ તથા મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
હિન્દુસ્થાન સમાચાર/ મહેન્દ્ર અગ્રવાલ
/હર્ષ શાહ
