સુરત,25 નવેમ્બર (હિ.સ.) સોમવારથી કાપડ માર્કેટ ખુલવાનું શરૃ થયા પછી હજુ સુધીમાં માંડ 50 ટકા વેપારીઓએ પોતાની દુકાનો ખોલી છે. અત્યારે કામકાજ ખૂબ ઓછું છે, તેથી સાંજના ચાર પાંચ કલાકે મંગળ કરવામાં આવે છે. સોમવારથી રોજિંદા કામકાજમાં ગતિ આવવાની ગણતરીઓ છે. દિવાળીમાં વતન કે ફરવા ગયેલા પૈકીના ઘણાં વેપારીઓ આવી ગયાં છે અને માર્કેટમાં કામકાજ શરૃ કર્યું છે. જોકે, વેપારીઓ પાસે સ્ટાફ અને કારીગરો અડધાં જ છે. કોઈ કામકાજ થતું નથી. કટીંગ પેકિંગ અને પાર્સલ બનાવનારા કારીગરો પણ ઓછા છે.વેપારીઓ માત્ર સમય પસાર કરી રહ્યાં છે, એમ સૂત્રોએ જણાવ્યું હતું.
રાજસ્થાન સહિત પાંચ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી હોવાને કારણે મોટી સંખ્યામાં વેપારીઓ અને કારીગરો વતન ગયાં છે. એક રાજ્યને બાદ કરતાં તમામ રાજ્યોમાં મતદાન પ્રક્રિયા પૂરી થઈ ગઈ છે એટલે હવે નજીકના દિવસોમાં વતનથી પરત થવાનું શરૃ થશે. આમછતાં હજુ એક અઠવાડિયું પૂર્વવત થતા નીકળી જશે.
હિન્દુસ્થાન સમાચાર/ યજુવેન્દ્ર દુબે/હર્ષ શાહ
