અમદાવાદ,17 ઓકટોબર : સ્વચ્છતા હી સેવા કેમ્પિયન અતંર્ગત આજ રોજ વિરમગામ નાગરપાલિકાના પદાધિકારી,અધિકારીગણ, કર્મચારીગણ દ્વારા મુનસર લેક અને તેની આસપાસના વિસ્તારમા સફાઈ ઝુંબેશહાથ ધરવામાં આવી હતી. આ સફાઈ ઝુંબેશ અંતર્ગત 0.90 ટન કચરાનો નિકાલ કરવામાં આવ્યો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે, વિરમગામ શહેરના તમામ વોર્ડમાં(વોર્ડ 1 થી વોર્ડ 9માં)સફાઈ
અભિયાન અંતર્ગત કુલ 3.67 ટન કચરાનો નિકાલ કરવામાં આવ્યો હતો.
