નવી દિલ્હી, 29 જાન્યુઆરી (હિ.સ.) કેન્દ્રીય નાણાં-પ્રધાન નિર્મલા સીતારમણ 1 ફેબ્રુઆરી, 2024 ના રોજ વચગાળાનું બજેટ રજૂ કરશે. તેની તૈયારીઓ લગભગ પૂર્ણ થઈ ગઈ છે. વચગાળાના બજેટના એક દિવસ પહેલા નાણામંત્રી ગૃહમાં આર્થિક સર્વે રજૂ કરશે. લોકસભા ચૂંટણી પહેલા સંસદનું બજેટ સત્ર 31 જાન્યુઆરીથી શરૂ થશે અને 9 ફેબ્રુઆરી સુધી ચાલશે.
સંપૂર્ણ બજેટ અને વચગાળાના બજેટ વચ્ચેનો તફાવત જાણો-
કેન્દ્રીય બજેટ એ દેશનું વાર્ષિક નાણાકીય ખાતું છે. બીજા શબ્દોમાં કહીએ તો, બજેટ એ ચોક્કસ નાણાકીય વર્ષ માટે સરકારની કમાણી અને ખર્ચનું અંદાજિત નિવેદન છે. બજેટ દ્વારા સરકાર નક્કી કરે છે કે, આગામી નાણાકીય વર્ષમાં તેની કમાણીની તુલનામાં તે કેટલી હદ સુધી ખર્ચ કરી શકે છે. સરકારે દર નાણાકીય વર્ષની શરૂઆતમાં તેનું બજેટ રજૂ કરવાનું હોય છે. ભારતમાં નાણાકીય વર્ષ 1લી એપ્રિલથી 31મી માર્ચ સુધી શરૂ થાય છે.
વચગાળાનું બજેટ સામાન્ય ચૂંટણીઓ નક્કી થયા પછી, અને નવી સરકારની રચના થાય ત્યાં સુધી સંપૂર્ણ બજેટ રજૂ ન થાય ત્યાં સુધી દેશને ચલાવવા માટે સરકારને ભંડોળ પૂરું પાડે છે. વચગાળાનું બજેટ સત્તાવાર નથી. અધિકૃત રીતે વચગાળાના બજેટને વોટ ઓન એકાઉન્ટ કહેવામાં આવે છે. ચૂંટણી પછી, નવી સરકાર નાણાકીય વર્ષ 2024-25 માટે તેનું સંપૂર્ણ બજેટ રજૂ કરશે.
કેન્દ્રીય નાણાં પ્રધાન નિર્મલા સીતારમણ 1 ફેબ્રુઆરી 2024 ના રોજ, સંસદમાં તેમનું સતત છઠ્ઠું બજેટ રજૂ કરશે. આ સાથે, તે દેશના બીજા નાણામંત્રી હશે, જે સતત 5 સંપૂર્ણ બજેટ, અને એક વચગાળાનું બજેટ રજૂ કરશે.
