અમદાવાદ,11 મે : એએમએ દ્રારા “હો જા જરા મતલબી” વિષય પર રિધ્ધિ દોશી પટેલ, સ્થાપક – LAJA; 3x TedX સ્પીકર, પ્રમાણિત બાળ મનોવિજ્ઞાની, પેરેંટિંગ કાઉન્સેલર, કોર્પોરેટ ટ્રેનર (માનસિક સ્વાસ્થ્ય અને સુખાકારી) દ્રારા એક વાર્તાલાપનું આયોજન શનિવાર,11 મેના રોજ સાંજે 6.30 થી 7.45 વાગ્યા સુધી એએમએ ખાતે કરવામાં આવ્યું છે. આ વાર્તાલાપ ખાસ કરીને માનસિક સ્વાસ્થ્ય અને સુખાકારી વધારવા માટે આયોજિત કરવામાં આવી છે.
