
– પ્રજાસત્તાક દિને GUVNL ના એમ.ડી જય પ્રકાશ શિવહરે અને MGVCLના એમ.ડી તેજસ પરમારે લીલી ઝંડી આપી એમ્બ્યુલન્સ વાનને કરાવ્યું પ્રસ્થાન
– આ વિસ્તારના નાગરિકોને અસરકારક અને ઝડપી આરોગ્ય સેવાઓ મળી રહેશે
વડોદરા/અમદાવાદ,27 જાન્યુઆરી :– મધ્ય ગુજરાત વિજ કંપની લિ.વડોદરા દ્વારા વર્ષ 2023-24 માટે CSR પહેલ હેઠળ વડોદરા, છોટાઉદેપુર અને દાહોદ સહિત ત્રણ જિલ્લામાં બી ટાઈપની બેઝિક લાઇફ સપોર્ટ ત્રણ એમ્બ્યુલન્સ વાન અર્પણ કરવામાં આવી હતી. વડોદરાના રણોલી,છોટાઉદેપુરના બોર અને દાહોદના બિલવાની પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો એમ્બ્યુલન્સ વાનની ભેટ મળતા આ વિસ્તારના નાગરિકોને અસરકારક અને ઝડપી આરોગ્ય સેવાઓ મળી રહેશે.
જીયુવીએનએલ હેડ ઓફીસ ખાતે મધ્ય ગુજરાત વીજ કંપની લિ.દ્વારા વડોદરા જિલ્લામાં રણોલી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, છોટાઉદેપુર જિલ્લાના પાવી જેતપુર તાલુકાના બોર પીએચસી અને દાહોદ જિલ્લાના બિલવાની પીએચસી માટે સીએસઆર -(કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલીટી) હેઠળ ત્રણ એમ્બ્યુલન્સ આપવામાં આવી છે.75માં પ્રજાસતાક પર્વ નિમિત્તે ધ્વજવંદન કાર્યક્રમ બાદ જે તે પીએચસીના આરોગ્ય અમલદારોને ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લિ.ના એમ.ડી જય પ્રકાશ શિવહરે, એમજીવીસીએલના એમ.ડી તેજસ પરમાર,જીયુવીએનએલના ડિરેક્ટર ટેક. એચ.પી.કોઠારી દ્વારા ત્રણેય એમ્બ્યુલન્સની ચાવી અર્પણ કરવામાં આવી હતી.
