અમરેલી/અમદાવાદ,09 નવેમ્બર (હિ.સ.) નવેમ્બર-2023નો બાબરા તાલુકા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ આગામી 22 નવેમ્બરને બુધવારના રોજ બાબરા તાલુકા મામલતદાર કચેરી ખાતે યોજાશે. તાલુકા કક્ષાના પ્રશ્નો અને ફરિયાદો મોડામાં મોડા 15 નવેમ્બર સુધીમાં બાબરા તાલુકા મામલતદાર કચેરી ખાતે મળી જાય તે રીતે પહોંચતા કરવા. સામુહિક કે નીતિ વિષયક પ્રશ્નો સિવાયના પ્રશ્નો રજૂ કરવાના રહેશે. અરજીના મથાળે તાલુકા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ અવશ્ય લખવું. ગ્રામ સ્વાગતના પ્રશ્નો સંબંધિત ગ્રામ પંચાયત કચેરીથી કોમ્પ્યુટરમાં ઓનલાઈન દાખલ કરી હાર્ડકોપી તાલુકા પંચાયત કચેરી, બાબરા ખાતે રજૂ કરવી.
હિન્દુસ્થાન સમાચાર/
