જમ્મુ, નવી દિલ્હી,9 નવેમ્બર (હિં.સ.) જમ્મુ ડિવિઝનના સાંબા જિલ્લાના રામગઢ સેક્ટરમાં આંતરરાષ્ટ્રીય બોર્ડર (આઈબી) નજીક બુધવારે મોડી રાત્રે, પાકિસ્તાન રેન્જર્સ દ્વારા ઉશ્કેરણી વગરના ગોળીબારમાં બીએસએફનો એક જવાન શહીદ થયો હતો.
સુત્રો દ્વારા મળતી માહિતી મુજબ, પાકિસ્તાની સેનાએ બુધવારે મોડી રાત્રે જિલ્લાના, રામગઢ સેક્ટરમાં સ્થિત સરહદી ચોકીઓને નિશાન બનાવીને યુદ્ધવિરામનું ઉલ્લંઘન કર્યું હતું. બીએસએફ જવાનોએ પણ પાકિસ્તાની ગોળીબારનો, જડબાતોડ જવાબ આપ્યો હતો. આ દરમિયાન પાકિસ્તાન દ્વારા કરવામાં આવેલા ગોળીબારમાં, બીએસએફનો એક જવાન ઘાયલ થયો હતો અને તેને સ્થાનિક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. અધિકારીઓએ જણાવ્યું કે,” ઘાયલ સૈનિકને, જીએમસી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો. જ્યાં સારવાર દરમિયાન જવાનનું મોત થયુ હતુ.”
બોર્ડર સિક્યોરિટી ફોર્સ (બીએસએફ) દ્વારા, જારી કરવામાં આવેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે,” મોડી રાત્રે પાકિસ્તાન રેન્જર્સે રામગઢ વિસ્તારમાં, ઉશ્કેરણી વિના ગોળીબાર કર્યો હતો. જેનો બીએસએફ જવાનોએ યોગ્ય જડબાતોડ જવાબ આપ્યો હતો.”
નોંધનીય છે કે, આ પહેલા 28 ઓક્ટોબરે પાકિસ્તાન રેન્જર્સે આઈબી પર, લગભગ સાત કલાક સુધી ભારે ગોળીબાર કર્યો હતો. જેના પરિણામે બીએસએફ્ના, બે જવાન અને એક મહિલા ઘાયલ થઈ ગયા હતા.
આ સિવાય 17 ઓક્ટોબરે અરનિયા સેક્ટરમાં, પાકિસ્તાની રેન્જર્સ દ્વારા કરવામાં આવેલા અકારણ ફાયરિંગમાં બીએસએફના બે જવાન, ઘાયલ થયા હતા. 25 ફેબ્રુઆરી, 2021 ના રોજ બંને પક્ષો દ્વારા યુદ્ધવિરામ કરાર પર, હસ્તાક્ષર થયા પછી આ છઠ્ઠું એકંદર ઉલ્લંઘન છે.
હિન્દુસ્થાન સમાચાર / બલવાન / સંજીવ / માધવી
