ચારેક વર્ષ પહેલાં ઉધના વિસ્તારમાં રહેતી ચાર વર્ષની બાળકી પર જાતીય હુમલો કરવા બદલ 21 વર્ષીય પાડોશી યુવક પ્રશાંત લક્ષ્મણ મોરેને પોક્સો કોર્ટ દ્વારા દોષી ઠેરવવામાં આવ્યો છે. કોર્ટે પ્રશાંતને આજીવન કારાવાસની સજા અને દંડ ભરવા માટે આદેશ આપ્યો છે. આ ગુનામાં પોલીસે 11 સાક્ષી અને 27 દસ્તાવેજી પુરાવા રજુ કર્યા હતા.
BulletsIn
- 21 વર્ષીય પ્રશાંત લક્ષ્મણ મોરે પર ચાર વર્ષની બાળકી પર જાતીય હુમલો કરવાનો આરોપ હતો.
- તે મૂળ મધ્યપ્રદેશના બુરહાનપુર જિલ્લાના વતની છે અને ઉધનાના ચીકુવાડી વિસ્તારમાં રહેતો હતો.
- 7 જુલાઈ 2021ના રોજ આરોપીએ બાળકીને ગેમ રમવાના બહાને પોતાના ઘરમાં બોલાવી હતી.
- ત્યાં તે બાળકીના અને પોતાના કપડા ઉતારીને શારીરિક અડપલાં કર્યા અને ફીંગરીંગ કરી હતી.
- બાળકી દ્વારા માતાને જાણ કરવાથી ફરિયાદ નોંધવામાં આવી.
- ઉધના પોલીસે પ્રશાંત મોરે વિરુદ્ધ અનેક કલમો હેઠળ કેસ નોંધ્યો હતો.
