નવી દિલ્હી, 12 જાન્યુઆરી (હિ.સ.) વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભગવાન શ્રી રામના જન્મસ્થળ અયોધ્યાધામ જતા પહેલા આજથી વિશેષ અનુષ્ઠાન પર છે. વડાપ્રધાન મોદીએ, થોડા સમય પહેલા પોતાના એક્સ હેન્ડલ પર આ માહિતી દેશ અને દુનિયા સાથે શેર કરી હતી.
વડાપ્રધાન મોદીએ લખ્યું, અયોધ્યામાં રામ લલ્લાના અભિષેકમાં માત્ર 11 દિવસ બાકી છે. હું ભાગ્યશાળી છું કે હું પણ આ શુભ પ્રસંગનો સાક્ષી બનીશ. ભગવાને મને પ્રાણ પ્રતિષ્ઠા દરમિયાન, ભારતના તમામ લોકોનું પ્રતિનિધિત્વ કરવા માટે એક સાધન બનાવ્યું છે.
તેમણે લખ્યું, આને ધ્યાનમાં રાખીને, હું આજથી 11 દિવસનું વિશેષ અનુષ્ઠાન શરૂ કરી રહ્યો છું. હું તમારા બધા, જનતા-જનાર્દન પાસેથી આશીર્વાદ માંગું છું. આ સમયે, મારી લાગણીઓને શબ્દોમાં વ્યક્ત કરવી ખૂબ મુશ્કેલ છે, પરંતુ મેં મારા તરફથી પ્રયાસ કર્યો છે.
હિન્દુસ્થાન સમાચાર / મુકુંદ / ડો. હિતેશ/માધવી
