ભરૂચ/અમદાવાદ,11 નવેમ્બર (હિ.સ.) ભરૂચ-અંકલેશ્વર શહેરી વિકાસ સત્તામંડળ (બૌડા) દ્વારા લીંક રોડ પર આવેલા નવનિર્મિત માતરીયા તળાવનું લોકાર્પણ કરવામાં આવ્યું. કોલોનેડ થીમને આધારીત વિશાળ પ્રવેશ દ્વાર, ટુ- વ્હીલર તથા ફોર-વ્હીલર માટે પૂરતી પાર્કીંગ વ્યવસ્થા, ટુ- વ્હીલર પાર્કીંગ ઉપર સોલાર પેનલ સહિતનો શેડ, પુરૂષ-સ્ત્રીઓ માટે અલગ-અલગ ઓપન જીમના સાધનો, યોગા ગાર્ડન, આર્ટ ગેલેરી, નાના
છોકરાઓ માટે રમત ગમતના વિવિધ સાધનોમાં વધારો, એમ્પીથીયેટર, ફુવારા, ગઝેબો, ફુડ કોર્ટ, ડેડીકેટેડ જોગીંગ ટ્રેક, ફોરેસ્ટ ટ્રેઈલ, તળાવની ફરતે આવેલ પાળને થયેલ નુકશાનનું સમારકામ/બાંધકામ તથા પ્રોટેકશન ડ્રીલનું સમારકામ તથા રંગકામ, ટોઈલેટ બ્લોકનું
રિનોવેશન, વોકીંગ ટ્રેકની સમાંતર બેસવા માટે વ્યવસ્થા અને પીવા માટેના શુદ્ર પાણીની વ્યવસ્થા, પરીસરને ફરતે સાથેની લાઈટીંગ તથા સ્પીકરની વ્યવસ્થા, પરીસરને ફરતે આવેલ કમ્પાઉન્ડ વોલનું કામ બગીચામાં સલામતીના હેતુથી સીસીટીવી કેમેરા તથા બગીચામાં ફુડકોર્ટનું આયોજન કરી તેની કામગીરી કરવામાં આવી રહી છે. જેથી નગરજનોને બગીચામાં જ જરૂરી ખાવા-પીવાની જરૂરી વસ્તુઓ મળી રહેશે. ભવિષ્યમાં બોટીંગ શરૂ કરી શકાય તે માટે જેટીનું પ્રાથમિક સ્ટ્રકચર બનાવવામાં આવ્યું છે. પમ્પ પાસે ઈનલેટ ચેનલ ઉપર આર્ક બ્રીજ બનાવવામાં આવશે. માતરિયા તળાવ પરીસરની આજુબાજુ બની રહેલો વ્યુ પોઈન્ટ બનશે આકર્ષણનું કેન્દ્ર બનશે. જરૂરી લેન્ડસ્કેપિંગ, પ્લાન્ટેશન કામનો સમાવેશ કરી અંદાજીત રૂ।. 650 લાખ ખર્ચે માતરીયા તળાવનું રીનોવેશન, અપગ્રેડેશન એન્ડ બ્યુટીફીકેશન કરી શહેરીજનો હળવાશની પળો આનંદથી માણી શકે તે હેતુથી માતરીયા તળાવને સેફ એન્ડ સિકયોર પારીવારીક પર્યટન સ્થળ બનવા જઈ રહ્યું છે.લોકાર્પણ કરાયું
હિન્દુસ્થાન સમાચાર/
