• English
  • Hindi
  • Punjabi
  • Marathi
  • German
  • Gujarati
  • Urdu
  • Telugu
  • Bengali
  • Kannada
  • Odia
  • Assamese
  • Nepali
  • Spanish
  • French
  • Japanese
  • Arabic
  • Home
  • Noida
  • National
    • New India
  • International
  • Entertainment
  • Crime
  • Business
  • Sports
Notification
  • Home
  • Noida
  • National
    • New India
  • International
  • Entertainment
  • Crime
  • Business
  • Sports
  • Home
  • Noida
  • National
    • New India
  • International
  • Entertainment
  • Crime
  • Business
  • Sports
  • Noida
  • National
  • International
  • Entertainment
  • Crime
  • Business
  • Sports
CliQ INDIA Sites > CliQ INDIA Gujarati > Regional > સરદાર પટેલની 150 મી જન્મજયંતિ નિમિત્તે એકતાનગર ખાતે રાષ્ટ્રીય એકતા દિવસ 2025 ની તડામાર તૈયારીઓ
Regional

સરદાર પટેલની 150 મી જન્મજયંતિ નિમિત્તે એકતાનગર ખાતે રાષ્ટ્રીય એકતા દિવસ 2025 ની તડામાર તૈયારીઓ

CliQ INDIA
Last updated: October 24, 2025 7:15 pm
CliQ INDIA
Share
4 Min Read
SHARE
રાષ્ટ્રીય એકતા દિવસ ૨૦૨૫ ની તડામાર તૈયારીઓ
એકતાનગર ખાતે રાષ્ટ્રીય એકતા દિવસ ૨૦૨૫ ની તડામાર તૈયારીઓ

ગાંધીનગર, 24 ઓક્ટોબર (હિ.સ.) લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦ મી જન્મજયંતિના અવસરે, આગામી 31 ઓક્ટોબરના રોજ એકતાનગર ખાતે રાષ્ટ્રીય એકતા દિવસની ભવ્ય ઉજવણી થનાર છે. વિશ્વના નકશામાં અંકિત વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા – સ્ટેચ્યુ ઓફ યુનિટીના સાંનિધ્યમાં યોજાનાર આ મહોત્સવને લઈને સમગ્ર એકતાનગર ઉજવણીના રંગમાં રંગાઈ ગયું છે.

રાષ્ટ્રીય એકતા દિવસની ઉવજણી પ્રસંગે એકતા નગર ખાતે 17 ઓક્ટોબરથી શરૂ થયેલ ‘એકતા પ્રકાશપર્વ’ તા. ૧૫ નવેમ્બર, ૨૦૨૫ સુધી ચાલુ રહેશે. જ્યાં સમગ્ર એકતાનગર રંગબેરંગી લાઈટિંગ, લેસર શો અને કલાત્મક થીમ શણગારથી ઝગમગી ઉઠ્યું છે.

‘ઓપરેશન સિંદુર’ થીમ આધારિત લાઈટિંગ, કૃષ્ણ નગરી દ્રારકા, શિવનગરી સોમનાથ અને શૂલપાણેશ્વર મહાદેવ મંદિર અને ગરુડેશ્વર દત્ત મંદિર તેમજ ધાર્મિક અને દેશભક્તિના ભાવને ઉજાગર કરતાં અદભૂત લાઈટિંગ ડિઝાઈનથી પ્રવાસીઓનું મન મોહી રહ્યું છે. જેનો મુખ્ય આશય એકતાનગર ખાતે નાઈટ ટુરિઝમને પ્રોત્સાહન આપવાનો છે.

ઉલ્લેખનીય છે કે, પ્રવાસીઓની વધતી સંખ્યાને અનુરૂપ સુવિધાઓમાં વધારો કરાયો છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તાર વિકાસ અને પ્રવાસન નિયમન સત્તામંડળ દ્વારા પ્રવાસીઓને વધુ સુવિધા મળે તે માટે વિશેષ માર્ગદર્શક ટીમો વિશેષ બસ સુવિધાઓ, ઇ કાર્ટ્સ, તેમજ માહિતી કેન્દ્રો (સ્ટોલ્સ) શરૂ કરાયા છે. સુરક્ષા અને સલામતીના ભાગરૂપે પોલીસ, ફાયરબ્રિગેડ તેમજ આરોગ્યની ટીમ પણ ખડેપગ ફેજ પર છે. દરરોજ સાંજે વિવિધ થીમ આધારિત લેસર લાઈટ શો, સંગીતમય કાર્યક્રમો અને સાંસ્કૃતિક પ્રસ્તુતિઓનું આયોજન થઈ રહ્યું છે, જે પ્રવાસીઓને ભારતની એકતા અને વૈવિધ્યની અનુભૂતિ કરાવે છે.

માધ્યમો સાથે સંવાદ સાધતાં પર્યટકો પણ પ્રકાશ પર્વ અને આગામી રાષ્ટ્રીય એકતા દિવસની તૈયારીઓને લઈને પોતાના પ્રતિભાવો જણાવી રહ્યાં છે.

આ તકે પર્યટક હસ્તીમલ મહેતાએ જણાવ્યું કે એકતાનગરના આંગણે અદભુત એકતા પ્રકાશ પર્વની ઉજવણી થઈ રહી છે. હું ઘણા દેશોમાં ફરી આવ્યો છું, પરંતુ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળ ભારત દેશમાં પણ અદભુત કાર્યક્રમો અને ઉજવણીઓ યોજાઈ રહી છે. વધુમાં, તેમણે ૧૫ નવેમ્બર સુધી ચાલનારા એકતા પ્રકાશ પર્વમાં નાગરિકો-પર્યટકોને પોતાની ભાગીદારી નોંધાવી આ પ્રકાશ ઉત્સવની અદભુત ઝલકનો આનંદ માણવાં અનુરોધ કર્યો હતો.

રાજપીપલાના જ નિવાસી દીકરી શ્રિયા પટેલ પોતાના પરિવાર સાથે એકતા પ્રકાશ પર્વની ઉજવણીમાં સહભાગી થયા હતાં. શ્રિયાએ અનોખા અંદાજમાં એકતા પ્રકાશ પર્વ દરમિયાન પોતાના અવિસ્મરણીય અનુભવને માધ્યમો સાથેના સંવાદમાં જણાવતા કહ્યું કે, અહીં રંગબેરંગી લાઈટિંગ અને થીમ આધારિત ડેકોરેશન ખૂબ ગમ્યાં છે.

નોંધનીય છે કે, લાઇટિંગ અને ડેકોરેશનની સાથે ઈસરો અને મિશન સિંદૂર જેવી પ્રેરણાદાયી થીમોએ બાળકોમાં દેશપ્રેમ અને જિજ્ઞાસા વધારી છે. પરિવાર સાથે સ્ટેચ્યુ ઓફ યુનિટી અને આસપાસની સુંદર સજાવટ નિહાળતાં સૌએ આનંદ અને ગર્વનો અહેસાસ કરી રહ્યા છે. પ્રયટકો માટે ધાર્મિક, શૈક્ષણિક, અને આધ્યાત્મિક થીમ આધારિત લાઇટિંગ અને ડેકોરેશનને નિહાળવા તેમજ એકતા પ્રકાશ પર્વમાં સહભાગી થવા માટે દીકરી શ્રિયાએ પણ સૌને અનુરોધ કર્યો હતો.

એકતા પ્રકાશ પર્વ ૨૦૨૫ અંતર્ગત લેસર લાઈટ શો, સંગીતમય કાર્યક્રમો (ગરબાની રમઝટ), સમગ્ર એકતાનગરને ઝગમગાવી રહ્યાં છે. લાઈટના સુશોભનથી એકતા નગર રંગબેરંગી રોશનીના તેજથી ઝગમગી રહ્યું છે. ઉલ્લેખનીય છે, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના દુરંદેશી નેતૃત્વમાં ભારત દેશ પર્યટન ક્ષેત્રે અપ્રતિમ સિધ્ધિ હાંસલ કરી રહ્યું છે, જે વિશ્વ નકશામાં તો અંકિત છે પરંતુ દેશની એકતા અને અંખડિતતાને એકતાંતણે જોડવાનુ કામ કરી રહ્યું છે.

નોંધનીય છે કે, રાષ્ટ્રીય એકતા પરેડને લઈને કામગીરીમાં જોડાયેલા કર્મચારીઓ, સુરક્ષા જવાનો, કલાકારો અને તેમજ ટેબ્લોઝની કામગીરીમાં જોડાયેલા કર્મીઓ માટે ભોજન અને રહેઠાણની સુવિધાઓ પૂરી પાડવામાં આવી છે. ફૂડ સેફ્ટી અને સ્વચ્છતાને ધ્યાને રાખી, વિશેષ રસોડા તૈયાર કરાયા છે, જ્યાં રોજ તાજું અને પૌષ્ટિક ભોજન ઉપલબ્ધ કરાવવામાં આવી રહ્યું છે. ટ્રાયબલ યુનિવર્સિટી ખાતે રહેઠાણની વ્યવસ્થા, ડોમ, લાઈટ-પીવાનું પાણી સહિતની તમામ પ્રાથમિક સુવિધાઓનં સુચારુ આયોજન કરવામાં આવ્યું છે.

હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ

You Might Also Like

ઓક્સફર્ડ ઇંગ્લિશ સ્કૂલમાં સી.બી.એસ.ઈ. બોર્ડની વાર્ષિક પરીક્ષા 2024નો પ્રારંભ
ભિલોડા પોલીસકર્મી નરેશ પટેલની વાહનચાલકોને હપ્તા માટે દમદાટી ભારે પડી,SPએ પોલીસકર્મીને સસ્પેન્ડ કર્યો
અદ્યતન સુવિધાઓ સાથેના જિમ્નેશિયમનું, કલેક્ટર અનિલકુમાર રાણાવસિયાના હસ્તે લોકાર્પણ | BulletsIn
સિદ્ધપુરમાં ગોકુલ ગ્લોબલ યુનિવર્સિટી,ન્યૂ મીડિયા એજમાં પી જી ડિપ્લોમા જર્નાલિઝમનાં કોર્સનો પ્રારંભસિદ્ધપુરમાં ગોકુલ ગ્લોબલ યુનિવર્સિટી,ન્યૂ મીડિયા એજમાં પી જી ડિપ્લોમા જર્નાલિઝમનાં કોર્સનો પ્રારંભ | BulletsIn
રૂપાલાના વિરોધમાં ક્ષત્રિય સમાજ દ્વારા રાજકોટમાં મહાસંમેલન બેઠક પછી મહારેલી

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article આંધ્રપ્રદેશના કુર્નૂલ નજીક ભયાનક માર્ગ અકસ્માત, 20 લોકોના મોતની આશંકા
Next Article વિયેના ઓપન 2025: સિનરે કોબોલીને હરાવીને ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કર્યો
Leave a Comment Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Stay Connected

FacebookLike
XFollow
InstagramFollow
YoutubeSubscribe
- Advertisement -
Ad imageAd image

Latest News

રૂપિયાના ક્રેશ અને વધતા ક્રૂડ ઓઈલની કિંમતો વચ્ચે ભારતીય શેરબજાર લાલ રંગમાં ખુલ્યા
Business
May 23, 2026
કેન્દ્રએ મહારાષ્ટ્રના પગલા બાદ કોંગ્રેસ શાસિત રાજ્યોને ઉડ્ડયન ઇંધણ પર વેટ ઘટાડવા માટે દબાણ કર્યું
National
May 23, 2026
સુપ્રીમ કોર્ટે આર્થિક રીતે અદ્યતન ઓબીસી પરિવારો માટે અનામતના લાભો પર સવાલ ઉઠાવ્યા
National
May 23, 2026
લખનઉ સુપર જાયન્ટ્સ અને પંજાબ કિંગ્સ 2026ની આઈપીએલ મેચ માટે તૈયારી કરી રહ્યા છે
Sports
May 23, 2026

//

We are rapidly growing digital news startup that is dedicated to providing reliable, unbiased, and real-time news to our audience.

We are rapidly growing digital news startup that is dedicated to providing reliable, unbiased, and real-time news to our audience.

Sign Up for Our Newsletter

Sign Up for Our Newsletter

Subscribe to our newsletter to get our newest articles instantly!

Follow US

Follow US

© 2026 cliQ India. All Rights Reserved.

CliQ INDIA Gujarati
  • English – अंग्रेज़ी
  • Hindi – हिंदी
  • Punjabi – ਪੰਜਾਬੀ
  • Marathi – मराठी
  • German – Deutsch
  • Gujarati – ગુજરાતી
  • Urdu – اردو
  • Telugu – తెలుగు
  • Bengali – বাংলা
  • Kannada – ಕನ್ನಡ
  • Odia – ଓଡିଆ
  • Assamese – অসমীয়া
  • Nepali – नेपाली
  • Spanish – Española
  • French – Français
  • Japanese – フランス語
  • Arabic – فرنسي
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?