• English
  • Hindi
  • Punjabi
  • Marathi
  • German
  • Gujarati
  • Urdu
  • Telugu
  • Bengali
  • Kannada
  • Odia
  • Assamese
  • Nepali
  • Spanish
  • French
  • Japanese
  • Arabic
  • Home
  • Noida
  • National
    • New India
  • International
  • Entertainment
  • Crime
  • Business
  • Sports
Notification
  • Home
  • Noida
  • National
    • New India
  • International
  • Entertainment
  • Crime
  • Business
  • Sports
  • Home
  • Noida
  • National
    • New India
  • International
  • Entertainment
  • Crime
  • Business
  • Sports
  • Noida
  • National
  • International
  • Entertainment
  • Crime
  • Business
  • Sports
CliQ INDIA Sites > CliQ INDIA Gujarati > Regional > રેલવે મંત્રીએ અમદાવાદ સ્ટેશનના પુનર્વિકાસ અને હાઇ-સ્પીડ રેલ પ્રોજેક્ટની પ્રગતિની સમીક્ષા કરી
Regional

રેલવે મંત્રીએ અમદાવાદ સ્ટેશનના પુનર્વિકાસ અને હાઇ-સ્પીડ રેલ પ્રોજેક્ટની પ્રગતિની સમીક્ષા કરી

CliQ INDIA
Last updated: November 4, 2025 10:45 am
CliQ INDIA
Share
4 Min Read
SHARE
અમદાવાદ,3 નવેમ્બર (હિ.સ.)   માહિતી અને પ્રસારણ, ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેકનોલોજી મંત્રી અશ્વિની વૈષ્ણવે અમદાવાદ સ્ટેશનની મુલાકાત લીધી હતી. આ અવસરે તેમણે અમદાવાદ સ્ટેશન પર ચાલી રહેલ પુનર્વિકાસ કામો તથા હાઇ-સ્પીડ રેલ (બુલેટ ટ્રેન) પ્રોજેક્ટની પ્રગતિની સમીક્ષા કરી. મંત્રી અશ્વિની વૈષ્ણવે અમદાવાદ સ્ટેશનની મુલાકાત લીધી અને આ પ્રસંગે મીડિયા સાથે વાત  કરતા જણાવ્યું કે ભારતમાં યાત્રીઓની આવશ્યકતાઓ ને ધ્યાનમાં રાખીને સમગ્ર દેશમાં રેલ્વે સ્ટેશનોના વ્યાપક પુનર્વિકાસ કરવામાં આવી રહ્યા છે. હાલ 1300થી વધુ સ્ટેશનો પર પુનર્વિકાસની કામગીરી ચાલી રહી છે, જેમાં અમદાવાદ સ્ટેશન એક મુખ્ય કેન્દ્ર છે.  અશ્વિની વૈષ્ણવે જણાવ્યું કે અમદાવાદ સ્ટેશન ખાતે 16 માળની આધુનિક બિલ્ડિંગનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. સરસપુર તરફ બુલેટ ટ્રેન પ્રોજેક્ટનું કામ ઝડપી ગતિએ ચાલી રહ્યું છે અને અમદાવાદ હાઇ-સ્પીડ રેલ સ્ટેશન લગભગ પૂર્ણ થવા આવ્યું છે. બુલેટ ટ્રેન સ્ટેશન અને અમદાવાદ રેલ્વે સ્ટેશનને એકીકૃત સ્વરૂપે વિકસાવવામાં આવી રહ્યા છે, સરસપુર સાઇડ મેટ્રો સ્ટેશનનું કામ પૂર્ણ થઈ ગયું છે અને મુસાફરો માટે ખુલ્લું મૂકવામાં આવ્યું છે. તેમણે વધુમાં જણાવ્યું કે અમદાવાદ સ્ટેશનને ત્રણ વધારાના પ્લેટફોર્મ્સ મળશે, જેથી ટ્રેનોની સંચાલન ક્ષમતા વધશે. સ્ટેશનને શહેરના બંને તરફ, કાલુપુર અને સરસપુર બાજુ આધુનિક સ્વરૂપે વિકસાવવામાં આવી રહ્યું છે. બધા પ્લેટફોર્મ્સ કોન્કોર્સ રૂફ પ્લાઝાથી આવરી લેવાશે અને સ્ટેશન પર એલિવેટેડ રોડનું કામ પણ ઝડપી ગતિએ ચાલી રહ્યું છે. આ રીતે કાલુપુર અને સરસપુર બન્ને તરફના ભાગોને કોન્કોર્સ, એલિવેટેડ રોડ અને ફૂટઓવર બ્રિજથી જોડવામાં આવશે. મંત્રીએ માહિતી આપી હતી કે છેલ્લી વખત જ્યારે તેમણે પ્રોજેક્ટનું નિરીક્ષણ કર્યું હતું ત્યારે ભોંયરુંનું કામ ચાલુ હતું, હવે બે ભૂગર્ભ ભોંયરાઓ અને ગ્રાઉન્ડ ફ્લોરનું કામ પૂર્ણ થઈ ગયું છે જ્યારે ચોથા માળ સુધીની સ્ટ્રક્ચર ફ્રેમ તૈયાર થઈ ગઈ છે. દેશના મુખ્ય 20 સ્ટેશનો જેમ કે દિલ્હી, મુંબઈ, ચેન્નઈ, કોલકાતા અને અમદાવાદમાંથી નવી ટ્રેનોની માંગ વધુ આવે છે. ગુજરાતમાં અમદાવાદ અને સુરતથી પણ વધુ માંગ રહે છે. આ વધતી માંગને ધ્યાનમાં રાખીને ટ્રેનોની સંચાલન ક્ષમતાને વધારવા માટે અમદાવાદના વટવામાં એક મેગા ટર્મિનલ વિકસાવવામાં આવશે, જેમાં 10 પિટ લાઇનો બનાવવામાં આવશે. જેના માધ્યમથી અંદાજે 45 વધારાની ટ્રેનોની ક્ષમતા વધશે, જેથી ક્યાંક 150 જેટલી ટ્રેનોનું સંચાલન શક્ય બનશે. અમદાવાદ સ્ટેશનનું પુનર્વિકાસ કાર્ય વારસાગત સ્મારકોને આધુનિક શહેરી કેન્દ્ર સાથે જોડવાની વિચારધાર પર આધારિત છે. આ પ્રોજેક્ટ વિશ્વ સ્તરના મલ્ટીમોડલ ટ્રાન્સપોર્ટ હબ (MMTH) તરીકે વિકસિત થશે, જેમાં પર્યાપ્ત પાર્કિંગ, કાલુપુર ROB અને સારંગપુર ROBને જોડતો એલિવેટેડ રોડ નેટવર્ક, લેન્ડસ્કેપ્ડ પ્લાઝા, કોન્કોર્સ વિસ્તાર અને અદ્યતન મુસાફરી સુવિધાઓ સામેલ રહેશે.  સ્ટેશનની વાસ્તુશિલ્પીય ડિઝાઇન મોઢેરાના સૂર્ય મંદિરથી પ્રેરિત છે, જે સાંસ્કૃતિક વારસો અને આધુનિક સૌંદર્યનો સુંદર સંગમ રજૂ કરશે. કાલુપુર તરફનું આઇકોનિક MMTH ટાવર અમદાવાદના આર્કિટેક્ચરલ દ્રશ્યમાં એક નવું પ્રતીક બનશે. ASI દ્વારા સુરક્ષિત ‘ઈંટ મીનાર’ તથા ‘ઝૂલતા મીનાર’ને પણ પુનર્વિકાસ યોજનામાં સામેલ કરવામાં આવશે. આ સ્ટેશન રાષ્ટ્રીય હાઇ-સ્પીડ રેલ ટર્મિનલ, મેટ્રો અને BRTS સાથે એલિવેટેડ નેટવર્ક દ્વારા સરળતાથી જોડાશે, જેથી અસરકારક મલ્ટીમોડલ એકીકરણ સુનિશ્ચિત થશે અને શહેરના ટ્રાફિકમાં ઘટાડો થશે. રેલ પાટા ઉપર 15 એકર જેટલા ક્ષેત્રમાં કોન્કોર્સ પ્લાઝા તેમજ 7 એકરનો મેઝેનાઇન પ્લાઝા બનશે, જેમાં મુસાફરો માટે વેઇટિંગ રૂમ, શૌચાલય, ફૂડ કોર્ટ, રિટેલ દુકાનો વગેરે સુવિધાઓ ઉપલબ્ધ રહેશે. પુનર્વિકસિત સ્ટેશન ગ્રીન બિલ્ડિંગ ધોરણે વિકસાવવામાં આવશે, જ્યાં ઊર્જા કાર્યક્ષમતા, પાણી બચત અને નવીનીકરણીય ઊર્જાના ઉપયોગ પર ધ્યાન આપવામાં આવશે. સ્ટેશનમાં અદ્યતન સુરક્ષા તકનીકો, સ્વચાલિત પાર્સલ ડેપો સિસ્ટમ અને દિવ્યાંગજન માટે સુસંગત લિફ્ટ તથા એસ્કેલેટરની સુવિધાઓ સુનિશ્ચિત કરવામાં આવી છે.  અમદાવાદ રેલ્વે સ્ટેશનનું પુનર્વિકાસ પ્રોજેક્ટ માત્ર આધુનિક ઈન્ફ્રાસ્ટ્રક્ચરનું પ્રતીક નહીં, પરંતુ સાંસ્કૃતિક વારસાને જાળવી રાખતાં અમદાવાદને વૈશ્વિક મહાનગર તરીકે સ્થાપિત કરવામાં સહાયક બનશે.

અમદાવાદ, 3 નવેમ્બર (હિ.સ.) : માહિતી અને પ્રસારણ, ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેકનોલોજી મંત્રી અશ્વિની વૈષ્ણવે અમદાવાદ સ્ટેશનની મુલાકાત લીધી હતી. આ અવસરે તેમણે અમદાવાદ સ્ટેશન પર ચાલી રહેલ પુનર્વિકાસ કામો તથા હાઇ-સ્પીડ રેલ (બુલેટ ટ્રેન) પ્રોજેક્ટની પ્રગતિની સમીક્ષા કરી.

મંત્રી અશ્વિની વૈષ્ણવે અમદાવાદ સ્ટેશનની મુલાકાત લીધી અને આ પ્રસંગે મીડિયા સાથે વાત કરતા જણાવ્યું કે ભારતમાં યાત્રીઓની આવશ્યકતાઓ ને ધ્યાનમાં રાખીને સમગ્ર દેશમાં રેલ્વે સ્ટેશનોના વ્યાપક પુનર્વિકાસ કરવામાં આવી રહ્યા છે. હાલ 1300થી વધુ સ્ટેશનો પર પુનર્વિકાસની કામગીરી ચાલી રહી છે, જેમાં અમદાવાદ સ્ટેશન એક મુખ્ય કેન્દ્ર છે.

અશ્વિની વૈષ્ણવે જણાવ્યું કે અમદાવાદ સ્ટેશન ખાતે 16 માળની આધુનિક બિલ્ડિંગનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. સરસપુર તરફ બુલેટ ટ્રેન પ્રોજેક્ટનું કામ ઝડપી ગતિએ ચાલી રહ્યું છે અને અમદાવાદ હાઇ-સ્પીડ રેલ સ્ટેશન લગભગ પૂર્ણ થવા આવ્યું છે. બુલેટ ટ્રેન સ્ટેશન અને અમદાવાદ રેલ્વે સ્ટેશનને એકીકૃત સ્વરૂપે વિકસાવવામાં આવી રહ્યા છે, સરસપુર સાઇડ મેટ્રો સ્ટેશનનું કામ પૂર્ણ થઈ ગયું છે અને મુસાફરો માટે ખુલ્લું મૂકવામાં આવ્યું છે.

તેમણે વધુમાં જણાવ્યું કે અમદાવાદ સ્ટેશનને ત્રણ વધારાના પ્લેટફોર્મ્સ મળશે, જેથી ટ્રેનોની સંચાલન ક્ષમતા વધશે. સ્ટેશનને શહેરના બંને તરફ, કાલુપુર અને સરસપુર બાજુ આધુનિક સ્વરૂપે વિકસાવવામાં આવી રહ્યું છે. બધા પ્લેટફોર્મ્સ કોન્કોર્સ રૂફ પ્લાઝાથી આવરી લેવાશે અને સ્ટેશન પર એલિવેટેડ રોડનું કામ પણ ઝડપી ગતિએ ચાલી રહ્યું છે. આ રીતે કાલુપુર અને સરસપુર બન્ને તરફના ભાગોને કોન્કોર્સ, એલિવેટેડ રોડ અને ફૂટઓવર બ્રિજથી જોડવામાં આવશે. મંત્રીએ માહિતી આપી હતી કે છેલ્લી વખત જ્યારે તેમણે પ્રોજેક્ટનું નિરીક્ષણ કર્યું હતું ત્યારે ભોંયરુંનું કામ ચાલુ હતું, હવે બે ભૂગર્ભ ભોંયરાઓ અને ગ્રાઉન્ડ ફ્લોરનું કામ પૂર્ણ થઈ ગયું છે જ્યારે ચોથા માળ સુધીની સ્ટ્રક્ચર ફ્રેમ તૈયાર થઈ ગઈ છે.

દેશના મુખ્ય 20 સ્ટેશનો જેમ કે દિલ્હી, મુંબઈ, ચેન્નઈ, કોલકાતા અને અમદાવાદમાંથી નવી ટ્રેનોની માંગ વધુ આવે છે. ગુજરાતમાં અમદાવાદ અને સુરતથી પણ વધુ માંગ રહે છે. આ વધતી માંગને ધ્યાનમાં રાખીને ટ્રેનોની સંચાલન ક્ષમતાને વધારવા માટે અમદાવાદના વટવામાં એક મેગા ટર્મિનલ વિકસાવવામાં આવશે, જેમાં 10 પિટ લાઇનો બનાવવામાં આવશે. જેના માધ્યમથી અંદાજે 45 વધારાની ટ્રેનોની ક્ષમતા વધશે, જેથી ક્યાંક 150 જેટલી ટ્રેનોનું સંચાલન શક્ય બનશે.

અમદાવાદ સ્ટેશનનું પુનર્વિકાસ કાર્ય વારસાગત સ્મારકોને આધુનિક શહેરી કેન્દ્ર સાથે જોડવાની વિચારધાર પર આધારિત છે. આ પ્રોજેક્ટ વિશ્વ સ્તરના મલ્ટીમોડલ ટ્રાન્સપોર્ટ હબ (MMTH) તરીકે વિકસિત થશે, જેમાં પર્યાપ્ત પાર્કિંગ, કાલુપુર ROB અને સારંગપુર ROBને જોડતો એલિવેટેડ રોડ નેટવર્ક, લેન્ડસ્કેપ્ડ પ્લાઝા, કોન્કોર્સ વિસ્તાર અને અદ્યતન મુસાફરી સુવિધાઓ સામેલ રહેશે.

સ્ટેશનની વાસ્તુશિલ્પીય ડિઝાઇન મોઢેરાના સૂર્ય મંદિરથી પ્રેરિત છે, જે સાંસ્કૃતિક વારસો અને આધુનિક સૌંદર્યનો સુંદર સંગમ રજૂ કરશે. કાલુપુર તરફનું આઇકોનિક MMTH ટાવર અમદાવાદના આર્કિટેક્ચરલ દ્રશ્યમાં એક નવું પ્રતીક બનશે. ASI દ્વારા સુરક્ષિત ‘ઈંટ મીનાર’ તથા ‘ઝૂલતા મીનાર’ને પણ પુનર્વિકાસ યોજનામાં સામેલ કરવામાં આવશે.

આ સ્ટેશન રાષ્ટ્રીય હાઇ-સ્પીડ રેલ ટર્મિનલ, મેટ્રો અને BRTS સાથે એલિવેટેડ નેટવર્ક દ્વારા સરળતાથી જોડાશે, જેથી અસરકારક મલ્ટીમોડલ એકીકરણ સુનિશ્ચિત થશે અને શહેરના ટ્રાફિકમાં ઘટાડો થશે.

રેલ પાટા ઉપર 15 એકર જેટલા ક્ષેત્રમાં કોન્કોર્સ પ્લાઝા તેમજ 7 એકરનો મેઝેનાઇન પ્લાઝા બનશે, જેમાં મુસાફરો માટે વેઇટિંગ રૂમ, શૌચાલય, ફૂડ કોર્ટ, રિટેલ દુકાનો વગેરે સુવિધાઓ ઉપલબ્ધ રહેશે. પુનર્વિકસિત સ્ટેશન ગ્રીન બિલ્ડિંગ ધોરણે વિકસાવવામાં આવશે, જ્યાં ઊર્જા કાર્યક્ષમતા, પાણી બચત અને નવીનીકરણીય ઊર્જાના ઉપયોગ પર ધ્યાન આપવામાં આવશે.

સ્ટેશનમાં અદ્યતન સુરક્ષા તકનીકો, સ્વચાલિત પાર્સલ ડેપો સિસ્ટમ અને દિવ્યાંગજન માટે સુસંગત લિફ્ટ તથા એસ્કેલેટરની સુવિધાઓ સુનિશ્ચિત કરવામાં આવી છે.

અમદાવાદ રેલ્વે સ્ટેશનનું પુનર્વિકાસ પ્રોજેક્ટ માત્ર આધુનિક ઈન્ફ્રાસ્ટ્રક્ચરનું પ્રતીક નહીં, પરંતુ સાંસ્કૃતિક વારસાને જાળવી રાખતાં અમદાવાદને વૈશ્વિક મહાનગર તરીકે સ્થાપિત કરવામાં સહાયક બનશે.

હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ

You Might Also Like

વેરાવળમાં કેદારેશ્વર મંદિર નો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ
ગીર સોમનાથ 28 જિલ્લા શાખા અને 27 તાલુકાની રેડ ક્રોસ શાખાના પ્રતિનિધિઓને અમદાવાદ ગુજરાત સ્ટેટ કો-ઓપરેટીવ બેંકના હોલ ખાતે મેન્ટલ હેલ્થ હિરો તરીકેની બે દિવસ તાલીમ અપાઈ
સુરક્ષા એજન્સીઓ એ અરબી સમુદ્ર માંથી 420 કરોડ નો દ્રગ્સ જથ્થો ઝડપી પાડ્યો.
ખભાંયતાથી ઝેર ડામર રોડનો સિલકોટ ઉખડ્યો | BulletsIn
સુજાણપુરમાં દીકરી પ્રવિણાબેનના લાભાર્થે મહા રક્તદાન શિબિરનું સફળ આયોજન, 161 બોટલ રક્ત એકત્રિત

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article સીએનું બંને ગ્રુપનું પરિણામ જાહેર: 16.23 ટકા પરીણામ, રાજકોટના જિગર રાચ્છનો ભારતમાં 20મો રેન્ક
Next Article ટિમ સીફર્ટ આંગળીની ઇજાને કારણે, વેસ્ટ ઇન્ડીઝ સામેની ટી-20 શ્રેણીમાંથી બહાર
Leave a Comment Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Stay Connected

FacebookLike
XFollow
InstagramFollow
YoutubeSubscribe
- Advertisement -
Ad imageAd image

Latest News

રૂપિયાના ક્રેશ અને વધતા ક્રૂડ ઓઈલની કિંમતો વચ્ચે ભારતીય શેરબજાર લાલ રંગમાં ખુલ્યા
Business
May 23, 2026
કેન્દ્રએ મહારાષ્ટ્રના પગલા બાદ કોંગ્રેસ શાસિત રાજ્યોને ઉડ્ડયન ઇંધણ પર વેટ ઘટાડવા માટે દબાણ કર્યું
National
May 23, 2026
સુપ્રીમ કોર્ટે આર્થિક રીતે અદ્યતન ઓબીસી પરિવારો માટે અનામતના લાભો પર સવાલ ઉઠાવ્યા
National
May 23, 2026
લખનઉ સુપર જાયન્ટ્સ અને પંજાબ કિંગ્સ 2026ની આઈપીએલ મેચ માટે તૈયારી કરી રહ્યા છે
Sports
May 23, 2026

//

We are rapidly growing digital news startup that is dedicated to providing reliable, unbiased, and real-time news to our audience.

We are rapidly growing digital news startup that is dedicated to providing reliable, unbiased, and real-time news to our audience.

Sign Up for Our Newsletter

Sign Up for Our Newsletter

Subscribe to our newsletter to get our newest articles instantly!

Follow US

Follow US

© 2026 cliQ India. All Rights Reserved.

CliQ INDIA Gujarati
  • English – अंग्रेज़ी
  • Hindi – हिंदी
  • Punjabi – ਪੰਜਾਬੀ
  • Marathi – मराठी
  • German – Deutsch
  • Gujarati – ગુજરાતી
  • Urdu – اردو
  • Telugu – తెలుగు
  • Bengali – বাংলা
  • Kannada – ಕನ್ನಡ
  • Odia – ଓଡିଆ
  • Assamese – অসমীয়া
  • Nepali – नेपाली
  • Spanish – Española
  • French – Français
  • Japanese – フランス語
  • Arabic – فرنسي
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?