પોરબંદર. અરબી સમુદ્ર માંથી ફરી એકવાર અંદાજીત રૂા.૪૨૦ કરોડના માદક પદાર્થ મેથામ્ફેટામાઇનના અંદાજીત ૬૦ કિલોના જથ્થા તથા પાકિસ્તાની બોટ સાથે છ પાકિસ્તાની ઇસમોને મધદરીયેથી પકડી પાડતી એ.ટી.એસ. ગુજરાત, NCB (OPS) દિલ્હી તથા ભારતીય કોસ્ટગાર્ડ ગુજરાત એ.ટી.એસ.ના પોલીસ ઇન્સ્પેક્ટર જે.એમ.પટેલ નાઓને બાતમી મળેલ કે, પાકિસ્તાની ડ્રગ્સ માફિયા હાજી મુસ્તુફા દ્વારા ગ્વાદર બંદરેથી એક પાકિસ્તાની ફીશીંગ બોટ રજીસ્ટર નંબર 4257GWD માં કેટલોક ગેરકાયદેસર માદક પદાર્થ હેરોઇન અગર તો મેથામ્ફેટામાઇનનો જથ્થો ભરી તા 00/08થી 00/05 ના સવાર કલાક 2024/03/12. દરમ્યાન પોરબંદરનાIMBL નજીક ભારતીય જળ સીમામાં આવી તેઓની બોટના રેડિયોની ચેનલ નંબર ઉપર પોતાની કોલ સાઇન 14”ગની” ના નામથી ભારતીય બોટને કોલ સાઇન ”અબ્બાસ” ના નામે બોલાવી તેને ડીલીવરી કરનાર છે અને આ માલ દિલ્હી તથા પંજાબ ખાતે ડીલીવરી થનાર છે.” જે બાતમી હકિકત અંગે એ.ટી.એસ.ના ઉચ્ચ અધિકારીઓએ NCB (Operation) દિલ્હી નાઓને જાણ કરેલ. ત્યાર બાદ એ.ટી.એસ.ના પો.ઇન્સ પી.બી. દેસાઇ, પો.ઇન્સ. વી. એન. વાઘેલા, પો.સ.ઈ. વાય. જી. ગુર્જર, પો.સ.ઈ. એ.ડી. પરમાર અને પો.સ.ઈ. એમ.એન. પટેલનાઓની ટીમ પોરબંદર ખાતે રવાના કરેલ. તેઓએ પોરબંદર ખાતે જઇ કોસ્ટગાર્ડના ઉચ્ચ અધિકારીઓ તથા NCB દિલ્હીના અધિકારીઓ સાથે મળી સંયુકત ટીમ બનાવી કોસ્ટગાર્ડની પેટ્રોલીંગ બોટોમાં બેસી રવાના થઇ ઉપરોકત બાતમીવાળી જગ્યાનીઆજુબાજુમાં પેટ્રોલીંગમાં રહી ગત તા. 12/03/2024 ના વહેલી સવારના સમયે બાતમીવાળી જગ્યાએ એટલે કે પોરબંદરથી આશરે 185 નોટીકલ માઇલ દુર ભારતીય જળસીમામાં બાતમી પ્રમાણેની શંકાસ્પદ બોટ જોવામાં આવતા તુરત જ આ બોટને આંતરી આ બોટમાં રહેલ છ પાકિસ્તાની ઇસમો નામે
(1) બહર અલી રહે. ગામ: ચુરબંદર, પસની, ગ્વાદર, બલુચીસ્તાન, પાકિસ્તાન
(2) અંદાઝલાલા લાલાઅકબર રહે. ગામ: ચુરબંદર, પસની, ગ્વાદર, બલુચીસ્તાન, પાકિસ્તાન
(3) મુતાલીબખાન જંગી કલીશાર રહે. ગામ: ચુરબંદર, પસની, ગ્વાદર, બલુચીસ્તાન, પાકિસ્તાન
(4) ઝુબેરઅહેમદ શેરમોહમદ રહે. ગામ: ચુરબંદર, પસની, ગ્વાદર, બલુચીસ્તાન, પાકિસ્તાન
(5) મોહમદઅયાઝ મોહમદહિસાર રહે. કોલાચી મહોલ્લા, પસની, ગ્વાદર, બલુચીસ્તાન, પાકિસ્તાન
(6) મોહસીન હુસૈન રહે. વોર્ડ નં. 5, પસની, ગ્વાદર, બલુચીસ્તાન, પાકિસ્તાન નાઓના કબ્જાની બોટમાં રહેલ 60 પેકેટમાં પ્રાથમિક દ્રષ્ટિએ જોતાં તે મેથામ્ફેટામાઇન હોવાનું જણાય છે. જેની અંદાજીત કિંમત રૂ. 420 કરોડ થાય છે. જે તમામ પાકિસ્તાની ઇસમો તથા મેથામ્ફેટામાઇનનો જથ્થો પોરબંદર કોસ્ટગાર્ડ સ્ટેશને લાવી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે. ઉપરોક્ત માદક પદાર્થનો જથ્થો પાકિસ્તાનના ગ્વાદર બંદરેથી હાજી મુસ્તુફાએ મોકલેલ હતો અને આ માદક પદાર્થનો જથ્થો દિલ્હી તથા પંજાબમાં ડીલીવરી થનાર હતો.
