– દેવભૂમિ દ્વારકા જિલ્લાના 14 થી 18 વર્ષની વય ધરાવતા યુવાનો ભાગ લઈ શકશે : ભાગ લેવા ઇચ્છુક 30 નવેમ્બર સુધી અરજી કરી શકશે
દ્વારકા/અમદાવાદ,16 નવેમ્બર (હિ.સ.) યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની
કચેરી-સાબરકાંઠા દ્વારા સંચાલિત ગુજરાત રાજ્યના જુનિયર વિભાગના યુવાનોમાં શરીર તંદુરસ્તી કેળવાય તેમજ ખડગ,પર્વત આરોહણ અવરોહણ અંગેની સમજ કેળવાય તે હેતુથી રાજ્યકક્ષાએ ઇડરીયોગઢ આરોહણ અવરોહણ સ્પર્ધામાં 14 થી 18 વર્ષની વય ધરાવતા
યુવાનો(જુનિયર) ભાગ લઇ શકે છે. આ સ્પર્ધા ડિસેમ્બર માસમાં સાબરકાંઠા જિલ્લા ખાતે યોજવામાં આવનાર છે. આ સ્પર્ધામાં સ્પર્ધકોએ પોતાના સ્વ ખર્ચે આવવાનું રહેશે.આ સ્પર્ધામાં ભાગ લેવા ઇચ્છુક દેવભૂમિ દ્વારકા જિલ્લાના યુવાનોએ સ્પર્ધાનું ફોર્મ જિલ્લા યુવા અને
સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરી-દેવભુમિ દ્વારકા ખાતેથી મેળવી લેવાનું રહેશે સાથે તબીબી પ્રમાણપત્ર જોડવાનું રહેશે. 30 નવેમ્બર સુધીમા અરજીઓ જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરીહિંમતનગર,જિ.સાબરકાંઠા
ખાતે મોકલવાની રહેશે.
હિન્દુસ્થાન સમાચાર/
