
અમરેલી/અમદાવાદ,16 નવેમ્બર (હિ.સ.) અમરેલી ધારીમાં ભાઈબીજના દિવસે ભાજપના પૂર્વ મંત્રી અને ભાજપ નેતા મધુબેન જોશીની પાડોશીએ સામાન્ય બોલાચાલી બાદ કરી હત્યા, ભાજપના પૂર્વમંત્રી મધુબેન જોશીની હત્યાથી હડકંપ મચી ગયો.
ભાઈબીજના દિવસે ધારીના શિવનગર સોસાયટીમાં રહેતા અમરેલી જિલ્લા ભાજપના પૂર્વ મંત્રી અને તાલુકા પંચાયતના પૂર્વ સદસ્યા મધુબેન જોશીની પુત્રને ફટાકડા ફોડવા બાબતે સામાન્ય બોલાચાલી . ધારીમાં પૂર્વ મંત્રી અને ભાજપ નેતા મધુબેન જોશીની હત્યા થતાં હડકંપ મચ્યો હતો. પડોશીએ ફટાકડા ફોડવા જેવી સામાન્ય બોલાચાલીમાં મધુબેન જોશીની હત્યા કરી હતી. તેમજ તેમના દીકરા પર પણ જીવલેણ હુમલો કર્યો હતો. મધુબેનની હત્યા અને તેમના પરિવાર પર થયેલા જીવલેણ હુમલા બાદ ચકચાર મચી ગઈ હતી. પોલીસે ગુનો નોંધી ત્રણેય આરોપીની અટકાયત કરી વધુ તપાસ હાથધરી છે.
ધારીના શિવનગર સોસાયટીમાં રહેતા તાલુકા પંચાયતના પૂર્વ સદસ્યા મધુબેન જોશીની પુત્રને ફટાકડા ફોડવા બાબતે સામાન્ય બોલાચાલી થયેલી હતી જે બાબતનું મન દુઃખ રાખી મધુબેનનો પુત્ર રવિ મોટરસાયકલ લઈને જઈ રહ્યો હતો ત્યારે એક ફોરવ્હીલ ગાડી તેમની માથે ચડાવી દેવાનો પ્રયાસ કરવામાં આવ્યો ત્યારે રવિ એમાંથી બચી નીકળ્યો હતો. આ ઘટના સંદર્ભે મધુબેનના પુત્રની માથે ગાડી ચડાવી દેવાનો પ્રયાસ કરનાર તેમના જ પાડોશીને ત્યાં રવિ અને મધુબેન ઠપકો દેવા ગયા હતા, જ્યારે ત્રણેય યુવાનોએ તલવાર વડે મધુબેન અને તેમના પુત્ર રવિ ઉપર જીવલેણ હુમલો કર્યો હતો. આ ઝપાઝપીની ઘટનામાં મધુબેનના હાથ ઉપર તલવારનો ઊંડો ઘા વાગતા ગંભીર ઈજા થઈ અને તેમનું મૃત્યુ થયું, જ્યારે મધુબેનનો પુત્ર રવિને ગંભીર ઈજા થતાં અમરેલી સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરાયો છે.આ ઉપરાંત મધુબહેનના બહેનનો દીકરો પણ આ ઝપાઝપીમાં ઘાયલ થયો છે.
આ ઘટનાથી સમગ્ર અમરેલી જિલ્લામાં ચકચાર મચી જવા પામી છે. અમરેલી સિવિલ હોસ્પિટલમાં ભાજપના અગ્રણી અને મહિલા ભાજપના અગ્રણીઓએ મુલાકાત લીધી હતી અને પરિવારને આશ્વાસન આપ્યું હતું. મધુબહેન ભાજપના પાયાના સમાજસેવિકા હતા ત્યારે આ ઘટનાથી ઘેરા પ્રત્યાઘાતો પડી રહ્યા છે.
ધારીના ભાજપના મહિલા કાર્યકરની હત્યાની ઘટનાને પગલે અમરેલી એસપી હિમકરસિંહ અને તેમની ટીમ તાત્કાલિક સરકારી હોસ્પિટલે આવી પહોંચ્યા હતા. તેમણે ઘટનાની જાણકારી મેળવી હતી, જ્યારે એસપી હિમકરસિંહે ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં લઇ કાર્યવાહી હાથ ધરી છે. ત્રણે આરોપીઓને અમરેલી પોલીસે પોતાના ઝાપતામાં લીધા છે. જેમાં બે આરોપીઓને સામાન્ય ઈજા થતાં ખાનગી હોસ્પિટલને સારવાર માટે દાખલ કરાયા છે. જેમાં પોલીસ જાપ્તો ગોઠવી દેવામાં આવ્યો છે અને એક આરોપીને પોલીસે ગિરફ્તારમાં લઈ લીધો છે. પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
હિન્દુસ્થાન સમાચાર/
