બારામુલ્લા, નવી દિલ્હી, 24 ડિસેમ્બર (હિં.સ.) બારામુલ્લા જિલ્લામાં એક મસ્જિદમાં નમાજ અદા કરી રહ્યા હતા ત્યારે, આતંકવાદીઓએ એક નિવૃત્ત પોલીસ અધિકારીની ગોળી મારીને હત્યા કરી હતી.
પોલીસ અધિકારીએ જણાવ્યું કે,’ નિવૃત્ત પોલીસ અધિકારી મોહમ્મદ શફી, રવિવારે એક મસ્જિદમાં ગયા હતા. આ દરમિયાન આતંકવાદીઓએ ગેંટમુલ્લા શેરી બારામુલ્લામાં મોહમ્મદ શફી પર ગોળીબાર કર્યો, જ્યારે તે મસ્જિદમાં નમાઝ અદા કરી રહ્યો હતો, જેમાં તે ઘાયલ થયા હતા. શફીને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા, જ્યાં તેઓનું સારવાર દરમિયાન મોત થયું હતું.” પોલીસે જણાવ્યું કે,”
ઘટના બાદ વિસ્તારને કોર્ડન કરી લેવામાં આવ્યો છે અને સુરક્ષા દળો દ્વારા સર્ચ ઓપરેશન ચાલુ છે.”
હિન્દુસ્થાન સમાચાર / બલવાન / સુનીત / માધવી
