સુરત, 10 જાન્યુઆરી(હિ. સ.)-ભારતીય જનતા પાર્ટી કાર્યાલય પંડિત દિન દયાળ ભવન ઉધના ખાતે પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ સાહેબની સુચના અનુસાર સુરત મહાનગરના પ્રત્યેક 30 વોર્ડ ના કાર્યકર્તાઓ ને કુલ મળીને 1,50,000 પતંગો નું વિતરણ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ભાજપ કાર્યાલય ખાતે પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં દક્ષિણ ગુજરાતના મીડિયા કન્વીનર શ્રી રાજેશભાઈ દેસાઈ દ્વારા સ્વાગત પ્રવચન બાદ શહેર અધ્યક્ષ નિરંજનભાઇ ઝાંઝમેરા દ્વારા પત્રકારોને સંબોધતા કહ્યું હતું કે આદરણીય પ્રદેશ અધ્યક્ષ શ્રી ની આગેવાનીમાં ગુજરાત પ્રદેશ માં પ્રત્યેક શહેર તથા જિલ્લાઓમાં કાર્યકર્તાઓને પતંગો નું વિતરણ કરવામાં આવી રહ્યું છે જે સંદર્ભે આજે સુરત મહાનગર ખાતે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર ભાઈ મોદી સાહેબ તથા પ્રદેશ અધ્યક્ષ પાટીલ ના ફોટા સાથે પતંગો બનાવવામાં આવેલ છે જેમાં હમણાં જે હિસાબે દેશમાં એક જ ગેરંટી ચાલી રહી છે અને તે છે મોદીની ગેરંટી તે રીતના લખાણ સાથે આ પતંગો બનાવવામાં આવ્યા છે જે દ્વારા નાગરિકોને મોદી સાહેબ જે બોલે છે તે ધરા તલ પર સાર્થક પણ કરે છે તે વિશેનો સંદેશ જનતા સુધી પહોંચે તે હેતુથી આ કાર્યક્રમ યોજવામાં આવેલ છે આ પ્રસંગે શહેર મહામંત્રી કિશોરભાઈ બિંદલ મહામંત્રી કાળુભાઈ ભીમનાથ ડેપ્યુટી મેયર નરેન્દ્ર ભાઈ પાટીલ શાસક પક્ષ નેતા શશીબેન ત્રિપાઠી વગેરે ઉપસ્થિત રહ્યા હતા.
હિન્દુસ્થાન સમાચાર/ યજુવેન્દ્ર દુબે
