બોટાદ, 26 નવેમ્બર(હિ. સ.)-હવામાન વિભાગની આગાહી મુજબ બોટાદ ગઢડા શહેર અને ગ્રામ્ય પંથકમાં કમોસમી વરસાદ શરૂ થયો છે. અહીં કાળા ડિબાંગ વાદળો, વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ શરૂ થયો છે. ખાસ કરીને ઢસા,પાટણા, પીપરડી, ગુંદાળાં, પડવદર, સમઢીયાળા, ચિરોડા, સાજણાવદર, અડતાળા, લાખણકા, રણીયાળા અને ઈગોરાળા ગામે કમોસમી વરસાદ પડ્યો છે.
હિન્દુસ્થાન સમાચાર/ યજુવેન્દ્ર દુબે/માધવી
