નવી દિલ્હી, 26 નવેમ્બર (હિ.સ.) રાષ્ટ્રીય રાજધાની દિલ્હીના વિજ્ઞાન ભવન ખાતે, આજે (રવિવારે) બંધારણ દિવસની ઉજવણી કરવામાં આવશે. ભારતીય કાયદા સંસ્થાનના સહયોગથી, કાયદા અને ન્યાય મંત્રાલયના નેજા હેઠળ આયોજિત આ ભવ્ય કાર્યક્રમના મુખ્ય અતિથિ તરીકે, ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ રહેશે.
આ તારીખે વર્ષ 1949માં ભારતની જનતાએ બંધારણ અપનાવ્યું હતું. આ વર્ષે ઉજવણીના ભાગરૂપે એક સંગોષ્ઠી થશે. જેમાં પાંચ ટેકનિકલ સત્રો હશે. સામાન્ય રીતે, બંધારણને નિયમો અને પેટા-કાયદાઓનો લેખિત દસ્તાવેજ કહેવામાં આવે છે, જેના આધારે દેશની સરકાર કામ કરે છે.
ભારતીય બંધારણની પ્રસ્તાવના વિશ્વમાં સર્વશ્રેષ્ઠ માનવામાં આવે છે. ભારતીય બંધારણની પ્રસ્તાવના જણાવે છે કે, બંધારણની સત્તા સીધી રીતે લોકોના હાથમાં છે. ઉપરાંત, ભારતીય બંધારણ એ વિશ્વનું સૌથી લાંબુ લેખિત બંધારણ છે. તે તત્વો અને ભાવનાની દ્રષ્ટિએ અનન્ય છે.
હિન્દુસ્થાન સમાચાર/મુકુંદ / માધવી
