અમદાવાદ,07 નવેમ્બર (હિ.સ.) શહેરી વિસ્તારમાં તથા શહેરી વિસ્તારની હદમાં આવેલ પશુપાલકોને તાકીદ કરવામાં આવે છે કે, શહેરી વિસ્તારમાં પશુ ત્રાસ અટકાવ અને નિયંત્રણ અંગે ગુજરાત સરકાર દ્વારા માર્ગદર્શિકા-2023 બહાર પાડવામાં આવી છે. જે અંતર્ગત શહેરી વિસ્તારમા રખડતા ઢોરના ત્રાસને નિયંત્રણમાં રાખવા તેમજ જાહેર જનતાને પડતી ગંભીર સમસ્યા દૂર કરવા જરૂરી સૂચના આપેલ છે. જે સંદર્ભમાં દરેક પશુપાલકે પોતાનાં પશુઓ રસ્તા ઉપર કે જાહેર સ્થળો ઉપર ખુલ્લા છોડી દેવા નહીં. દરેકે પોતાના પશુઓ પોતાની જગ્યામાં કબજે રાખવા અન્યથા નગરપાલિકા ધંધુકા અને ધંધુકા પોલીસ સ્ટાફની મદદથી રખડતાં પશુઓને પકડી કબજે કરવામાં આવશે, પશુમાલિકો સામે દંડનીય કાર્યવાહી કરવામાં આવશે તેમજ પોલીસ કેસ દાખલ કરી કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે. જેની સર્વેએ નોંધ લેવી. હાલમાં ધંધુકા નગરપાલિકા અને ધંધુકા પોલીસ સ્ટાફ સાથે રાખીને રખડતા પશુઓને કબજે કરવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.
હિન્દુસ્થાન સમાચાર/
