નવી દિલ્હી, 7 નવેમ્બર (હિં.સ.) છત્તીસગઢ અને મિઝોરમ વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કા માટે, મંગળવારે મતદાન થઈ રહ્યું છે. આ દરમિયાન, કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે મતદારોને, એવી સરકાર પસંદ કરવા હાકલ કરી છે જે સર્વસમાવેશક વિકાસને પ્રોત્સાહન આપે.
મંગળવારે એક ટ્વિટમાં તેમણે કહ્યું કે,” છત્તીસગઢ આજે લોકશાહીની ઉજવણી કરી રહ્યું છે. હું છત્તીસગઢના પ્રથમ તબક્કાના તમામ મતદારોને વિનંતી કરું છું કે, તેઓ પોતાના અને તેમના બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે, આપણા રાજ્યને ભ્રષ્ટાચાર અને કૌભાંડોથી મુક્ત કરવા, સર્વસમાવેશક વિકાસને પ્રોત્સાહન આપવા અને સમાજના દરેક વર્ગને સાથે લઈને, સરકારને પસંદ કરવા માટે મતદાન કરે.”
હિન્દુસ્થાન સમાચાર / વિજયલક્ષ્મી / સંજીવ / માધવી
