મહેસાણા,02 ડિસેમ્બર (હિ.સ.) કડીના તંબોળી વાસમાં એક જર્જરિત મકાનની છત તૂટી પડી હતી જેમાં આઠ વર્ષીય બાળક સહિત ત્રણ લોકો ઇજાગ્રસ્ત થયા હતા. મોડી રાત્રે 12 વાગ્યે જર્જરિત મકાનની છત તૂટી ત્યારે પરિવાર નીંદર માણી રહ્યો હતો.પાડોશીઓ અવાજ થતા જ જર્જરિત મકાનની અંદર દોડી આવ્યા હતા અને ત્રણેય ઇજાગ્રસ્તોને બહાર કાઢીને સારવાર માટે કડીની ભાગ્યોદય હોસ્પિટલમાં ખસેડ્યા હતા.
આ દૂર્ઘટનામાં પતિ-પત્નીને સામાન્ય ઇજાઓ થઇ હતી પરંતુ આઠ વર્ષના બાળકને ગંભીર ઇજાઓ થતા તેને વધુ સારવાર માટે કડીથી અમદાવાદ ખસેડવામાં આવ્યો હતો. જર્જરિત મકાનની છત તૂટી પડતા લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. હજુ પણ કડીમાં અનેક જર્જરિત મકાનો ધરાશાયી થવાની કગાર પર છે અને તંત્રએ વહેલી તકે તેના પર ધ્યાન આપવાની જરૂર છે તેમ લોકો કહી રહ્યાં છે.
હિન્દુસ્થાન સમાચાર/ યજુવેન્દ્ર દુબે/હર્ષ શાહ
