નવી દિલ્હી, 02 ડિસેમ્બર (હિ.સ.) નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (એનઆઈએ) એ, શનિવારે ચાર રાજ્યોમાં દરોડા પાડ્યા હતા અને નકલી નોટો છાપવામાં સામેલ એક ગેંગનો પર્દાફાશ કર્યો હતો અને નકલી નોટો, કાગળ, પ્રિન્ટર અને ડિજિટલ સાધનો જપ્ત કર્યા હતા. એજન્સીના જણાવ્યા અનુસાર, દેશના વિવિધ ભાગોમાં નકલી ભારતીય ચલણ છાપવાના રેકેટ અંગે 24 નવેમ્બરે આઇપીસી ની વિવિધ કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો. ભરોસાપાત્ર માહિતીના આધારે એનઆઈએ ની ટીમોએ આરોપીઓના ઘર પર કાર્યવાહી કરી હતી.
એનઆઈએ એ, મહારાષ્ટ્રના કોલ્હાપુર જિલ્લાના રાહુલ તાનાજી પાટીલ ઉર્ફે જાવેદ, ઉત્તર પ્રદેશના શાહજહાંપુર જિલ્લાના વિવેક ઠાકુર ઉર્ફે આદિત્ય સિંહ, કર્ણાટકના બેલ્લારી જિલ્લાના મહેન્દ્ર અને મહારાષ્ટ્ર ના યવતમાલ જિલ્લાના શિવા પાટીલ ઉર્ફે ભીમરાવ, અને બિહારના રોહતાસ જિલ્લામાં શશિ ભૂષણના પરિસરમાં દરોડા પડાયા હતા.
સર્ચમાં વિવેક ઠાકુરના ઘરેથી દસ્તાવેજો સાથે રૂ. 6,600 (રૂ. 500, રૂ. 200 અને રૂ. 100ની કિંમતની નકલી નોટો) જપ્ત કરવામાં આવી હતી. ઠાકુર, શિવા પાટીલ અને અન્ય લોકો સાથે મળીને સમગ્ર ભારતમાં નકલી નોટોનો પ્રચાર કરવા માટે સરહદી દેશોમાંથી નકલી ચલણ અને પ્રિન્ટિંગ સામગ્રી ખરીદતા હતા.
એનઆઈએ ની તપાસમાં વધુ જાણવા મળ્યું છે કે, રાહુલ તાનાજી પાટીલ ઉર્ફે જાવેદ નકલી ચલણી નોટો સપ્લાય કરવાનું વચન આપીને ચૂકવણી કરવા માટે છેતરપિંડીથી મેળવેલા સિમ કાર્ડનો ઉપયોગ કરતો હતો. મહેન્દ્રના ઘરની તલાશી દરમિયાન એફઆઈસીએન માટે વપરાતું પ્રિન્ટર જપ્ત કરવામાં આવ્યું હતું. આ મામલે તપાસ ચાલી રહી છે.
હિન્દુસ્થાન સમાચાર/અનુપ/દધીબલ/અનુપ/જિતેન્દ્ર / ડો. હિતેશ
