સન ફ્રાન્સિસ્કો, નવી દિલ્હી, 15 નવેમ્બર (હિ.સ.) ભારતના ભૂતપૂર્વ સંરક્ષણ સચિવ ડૉ. અજય કુમારને, યુએસ-ઈન્ડિયા સ્ટ્રેટેજિક એન્ડ પાર્ટનરશિપ ફોરમ (યુએસઆઈએસપીએફ)માં બોર્ડ સલાહકાર તરીકે સામેલ કરવામાં આવ્યા છે. કુમારને ઓગસ્ટ 2019 અને ઓક્ટોબર 2022 વચ્ચે ભારતના સંરક્ષણ સચિવ તરીકે સંરક્ષણ ક્ષેત્રની એકંદર જવાબદારી સોંપવામાં આવી હતી. મીડિયા રિપોર્ટ્સમાં, આ જાણકારી આપવામાં આવી છે.
યુએસઆઈએસપીએફ ના પ્રમુખ અને ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર (સીઈઓ) મુકેશ અઘીએ જણાવ્યું હતું કે,” કુમાર પાસે સંરક્ષણ અને ઉભરતી ટેક્નોલોજી વચ્ચે નિર્ણાયક સમન્વયમાં, ત્રણ દાયકાની સમજ અને કુશળતા છે. તેઓ સંરક્ષણ ઉત્પાદન વિભાગમાં, સચિવ તરીકે પણ કામ કરી ચૂક્યા છે.”
ડૉ. કુમારે કહ્યું છે કે,” બંને દેશો વચ્ચેના સંબંધોના ઈતિહાસમાં ખૂબ જ મહત્વપૂર્ણ સમયે, યુએસ-ઈન્ડિયા સ્ટ્રેટેજિક પોલિસી ફોરમના એડવાઈઝરી બોર્ડમાં આમંત્રિત થવુ, તેમના માટે સૌભાગ્યની વાત છે.”
હિન્દુસ્થાન સમાચાર / મુકુંદ / માધવી
