કોલકાતા, નવી દિલ્હી, 31 ડિસેમ્બર (હિં.સ.) તમામની નજર આજે કોલકાતામાં યોજાનારી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ) અને પશ્ચિમ બંગાળ ભારતીય જનતા પાર્ટી (બીજેપી)ની સંકલન બેઠક પર છે. માનવામાં આવે છે કે, આ બેઠકમાં આગામી વર્ષે યોજાનારી લોકસભાની ચૂંટણી માટે પ્રાથમિક રણનીતિ તૈયાર કરવામાં આવશે.
સંઘના વડા ડો.મોહન ભાગવતજી હાલ પશ્ચિમ બંગાળના બે દિવસના પ્રવાસે છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડાની રાજ્યની તાજેતરની મુલાકાતની પૃષ્ઠભૂમિમાં, સંઘ પ્રમુખની આ મુલાકાત મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. સંઘના એક અધિકારીનું કહેવું છે કે,’ તેમની મુલાકાતનો મુખ્ય ઉદ્દેશ્ય 22 જાન્યુઆરીએ અયોધ્યામાં શ્રી રામ મંદિરના ઉદ્ઘાટન માટેનો સંદેશ ફેલાવવાનો છે.’
રાજ્યની તેમની તાજેતરની મુલાકાત દરમિયાન, અમિત શાહે રાજ્ય ભાજપ નેતૃત્વને સ્પષ્ટ સંદેશ આપ્યો હતો કે,’ 2024ની અંતિમ લડાઈ પાર્ટીના સંગઠનાત્મક પાયાને, મજબૂત કરીને લડવાની રહેશે.’ શાહે રાજ્યના નેતૃત્વને રાજ્યમાં ભાજપના સંગઠનાત્મક પ્રયાસોને આગળ વધારવા માટે, પાર્ટીના કેન્દ્રીય નેતૃત્વ તરફથી સંપૂર્ણ સહકારની ખાતરી પણ આપી હતી. આ પછી તરત જ સંઘ સાથે સંકલન બેઠક યોજવામાં આવી રહી છે.
હિન્દુસ્થાન સમાચાર / ઓમ પ્રકાશ / મુકુંદ / માધવી
