નવી દિલ્હી, 26 નવેમ્બર (હિ.સ.) આજે સમગ્ર દેશ બંધારણ દિવસની ઉજવણી કરી રહ્યો છે. 26 નવેમ્બર 1949ના રોજ ભારતે, તેનું નવું બંધારણ સ્વીકાર્યું. જો કે, થોડા વર્ષો પહેલા સુધી, માત્ર ગણતંત્ર દિવસ (26 જાન્યુઆરી), જે દિવસે આપણું બંધારણ 1950 માં અમલમાં આવ્યું, તે દિવસે ખૂબ જ ઉત્સાહ સાથે ઉજવવામાં આવતો હતો. કેન્દ્રીય કાયદા મંત્રાલય, દેશની અગ્રણી કાયદા સંસ્થાના સહયોગથી, આજે નવી દિલ્હીના વિજ્ઞાન ભવનમાં, બંધારણ દિવસના એક મોટા કાર્યક્રમનું આયોજન કરવા જઈ રહ્યું છે, જેમાં ભારતના ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ, વિશેષ અતિથિ તરીકે હાજર રહેશે.
કેન્દ્રમાં નરેન્દ્ર મોદી સરકાર આવ્યા બાદ 2015 માં બંધારણ દિવસની ઉજવણી શરૂ થઈ હતી. આ વલણથી જ એ હકીકત સામે આવી કે 26 નવેમ્બરે બંધારણ સભાએ આપણું બંધારણ સ્વીકાર્યું. 2015 થી, બંધારણને લઈને દેશભરમાં આયોજન થવા લાગ્યા છે. ખાસ કરીને કોલેજો અને શાળાઓમાં બંધારણ પર વકતૃત્વ સ્પર્ધાઓ અને પ્રશ્નોત્તરી વગેરેનું આયોજન થવા લાગ્યું છે. જેમાં બંધારણનું મહત્વ, તેની ઉપયોગિતા, વિશેષતાઓ તેમજ ડો. આંબેડકરના યોગદાનની પણ ચર્ચા કરવામાં આવી છે. બંધારણ સભા અને તેની કાર્યવાહી પણ, ચર્ચાનો વિષય બનવા લાગી છે.
બંધારણ દિવસને ધ્યાનમાં રાખીને, રાજનેતાઓ આજે ટ્વિટર પર અભિનંદન સંદેશો આપી રહ્યા છે.
હિન્દુસ્થાન સમાચાર / જિતેન્દ્ર / માધવી
