વારાણસી (ઉત્તર પ્રદેશ), નવી દિલ્હી,08 સપ્ટેમ્બર
(હિ.સ.) પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 11 સપ્ટેમ્બરે તેમના સંસદીય મતવિસ્તાર વારાણસીમાં, નંદેસરની
એક સ્ટાર હોટલમાં મોરેશિયસના પ્રધાનમંત્રી નવીનચંદ્ર રામગુલામ સાથે, દ્વિપક્ષીય
વાટાઘાટોમાં ભાગ લેશે. આ વાટાઘાટો માટે તૈયારીઓ ચાલી રહી છે, જે વૈશ્વિક
રાજદ્વારી દ્રષ્ટિએ મહત્વપૂર્ણ છે.
જિલ્લા વહીવટી અધિકારીઓના જણાવ્યા અનુસાર,”મોરેશિયસના
પ્રધાનમંત્રી નવીનચંદ્ર રામગુલામ, હવે ત્રણ દિવસની મુલાકાતે કાશી આવશે. મહેમાન
પ્રધાનમંત્રી 10 સપ્ટેમ્બરની
સાંજે, કાશી પહોંચશે. તેઓ 11 સપ્ટેમ્બરના રોજ
દ્વિપક્ષીય વાટાઘાટોમાં ભાગ લેશે અને મોડી સાંજે ગંગા આરતીના દર્શન કરશે. 12 સપ્ટેમ્બરની
સવારે, તેઓ શ્રી કાશી
વિશ્વનાથના દર્શન કર્યા પછી વારાણસીથી રવાના થશે.”
પ્રધાનમંત્રી મોદી 11 સપ્ટેમ્બરના રોજ બપોરે વારાણસી પહોંચશે. વારાણસીની તેમની
મુલાકાત લગભગ દોઢ કલાકની રહેશે. પ્રધાનમંત્રી મોદી બપોરે 12 વાગ્યે બાબતપુર હવાઈમથક
પહોંચશે અને એરફોર્સ હેલિકોપ્ટર દ્વારા એરપોર્ટથી પોલીસ લાઇન જશે. પોલીસ લાઇનથી
તેઓ કડક સુરક્ષા વચ્ચે સીધા રોડ માર્ગે નંદેસરની તાજ હોટેલ પહોંચશે. પ્રધાનમંત્રી
બપોરે 1:30 વાગ્યે દિલ્હી
જવા રવાના થશે.”
પ્રધાનમંત્રી મોદી અને મોરેશિયસના પ્રધાનમંત્રીના આગમનને
ધ્યાનમાં રાખીને, મ્યુનિસિપલ
કોર્પોરેશન વહીવટીતંત્રે સોમવારથી એક ખાસ સ્વચ્છતા અભિયાન શરૂ કર્યું છે.
મ્યુનિસિપલ કમિશનરના જણાવ્યા અનુસાર,”આ ખાસ સ્વચ્છતા અભિયાનનો હેતુ ફક્ત પ્રધાનમંત્રીના આગમન
પહેલા, શહેરને સ્વચ્છ અને સુંદર બનાવવાનો નથી, પરંતુ 17 સપ્ટેમ્બરે પ્રધાનમંત્રી મોદીના જન્મદિવસ નિમિત્તે સમગ્ર
શહેરમાં સ્વચ્છતા અને સુંદરતાનો સંદેશ આપવાનો પણ છે.”
આ અભિયાનને સફળ બનાવવા માટે મ્યુનિસિપલ કોર્પોરેશનને નોડલ
વિભાગ બનાવવામાં આવ્યો છે.
હિન્દુસ્થાન સમાચાર / શ્રીધર ત્રિપાઠી / મહેશ પટારિયા /
મુકુન્દ
હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ
