અમદાવાદ, 26 નવેમ્બર(હિ. સ.)-અમદાવાદના મણિનગર, એસજી હાઈવે, થલતેજ, પકવાન ચાર રસ્તા, જુહાપુરા, સરખેજ, ઇસ્કોન વગેરે સહિત મોટાભાગના વિસ્તારોમાં વરસાદે રમઝટ બોલાવી હતી. ભારે પવન સાથે વરસાદી માહોલ જામ્યો હતો. આજે જાણે સૂર્યદાદા રજા પર હોય તેમ વાદળોએ અમદાવાદ સહિત ગુજરાતના મોટાભાગના જિલ્લાઓ પર કબજો જમાવી લીધો હતો.
હિન્દુસ્થાન સમાચાર/ યજુવેન્દ્ર દુબે/માધવી
