



ગોધરા,08 ફેબ્રુઆરી : આગામી દિવસોમાં લોકસભાની ચૂંટણી યોજવાની છે. લોકસભાની ચૂંટણીને લઈને તમામ રાજકીય પક્ષો એક્ટિવ થઈ ગયા છે અને તડામાર તૈયારીઓ કરી રહ્યા છે. ચૂંટણી જીતવા માટે તમામ રાજકીય પક્ષો રણનીતિ તૈયાર કરવામાં વ્યસ્ત છે ત્યારે આજરોજ ગોધરા શહેરમાં આવેલ પંચમહાલ લોકસભાના મધ્યસ્થ કાર્યાલય ખાતે લોકસભા પ્રબંધન સમિતિ ની યોજાઈ બેઠક યોજવામાં આવી હતી જેમાં પંચમહાલ લોકસભાના પ્રભારી અને ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠકમાં પંચમહાલ, મહીસાગર જિલ્લા ભાજપના અધ્યક્ષ તેમજ લોકસભા સંયોજક ડૉ યોગેશ પંડ્યા પણ ઉપસ્થિત રહ્યા હતા. જેમાં જિલ્લા ભાજપ સંગઠનના જુદા જુદા સિનિયર કાર્યકરો ને લોકસભા ચુંટણી માટે ની વિવિધ વિભાગો કામગીરી સોંપવામાં આવી હતી. આ કાર્યક્રમમાં
પંચમહાલ, મહીસાગર અને ખેડા જિલ્લાના ભાજપ ના પ્રબંધન સમિતિના નક્કી કરાયેલા કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.
આજરોજ ગોધરા શહેર ખાતે પંચમહાલ લોકસભાના મધ્યસ્થ કાર્યાલયમાં લોકસભાના પ્રબંધન સમિતિની બેઠક યોજવામાં આવી હતી જેમાં 70 થી વધારે પંચમહાલ જિલ્લાના લોકસભાના સિનિયર આગેવાનોની બનેલી પ્રબંધન સમિતિની બેઠક ખૂબ જ ઉત્સાહપૂર્વક વાતવરણમાં યોજવામાં આવી હતી. આગામી દિવસમાં જ ચૂંટણીલક્ષી તમામ પ્રકારની કામગીરી જે લોકસભાના સિનિયર આગેવાનોને જુદા જુદા વિભાગના માધ્યમથી સોંપવામાં આવી હતી. જેમાં બે જવાબદાર કાર્યકરોનો પણ સમાવેશ કરવામાં આવ્યો હતો. અને આ રીતે સમગ્ર લોકસભાની ચૂંટણીમાં પાંચ લાખથી પણ વધારે મતોથી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારને વિજય બનાવવાની રણનીતિની તૈયારીની કામગીરી સોંપવામાં આવી હતી.
