ભોપાલ, નવી દિલ્હી, 14 એપ્રિલ : લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને વડાપ્રધાન નરેન્દ્ર મોદી, રવિવારે મધ્યપ્રદેશની મુલાકાતે છે. તેઓ અહીં હોશંગાબાદ લોકસભા મતવિસ્તાર હેઠળના નર્મદાપુરમ જિલ્લાના પીપરિયામાં એક જાહેર સભાને સંબોધશે.
ભાજપના રાજ્ય મીડિયા પ્રભારી આશિષ અગ્રવાલે કહ્યું કે, વડાપ્રધાન મોદી સવારે 11:45 વાગ્યે નર્મદાપુરમ જિલ્લાના પીપરિયામાં ભાજપના ઉમેદવારના સમર્થનમાં જાહેર સભાને સંબોધશે. ભાજપે કિસાન મોરચાના પ્રદેશ અધ્યક્ષ, દર્શન સિંહ ચૌધરીને હોશંગાબાદ સંસદીય સીટ પરથી પોતાના ઉમેદવાર બનાવ્યા છે. અહીં 26મી એપ્રિલે મતદાન થવાનું છે.
પીપરીયામાં વડાપ્રધાનની સામાન્ય સભાને લઈને ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. પાંચ સ્તરોમાં સુરક્ષા કોર્ડન હશે, જ્યાં દરેક ખૂણા પર પોલીસ હશે. વડાપ્રધાનની જાહેર સભા દરમિયાન સુરક્ષા માટે લગભગ 1500 પોલીસ કર્મચારીઓ અને અધિકારીઓ તૈનાત કરવામાં આવ્યા છે. આ સિવાય ડોગ સ્કવોડ અને અન્ય સુરક્ષા એજન્સીઓના 600 જવાનો અલગ-અલગ સુરક્ષા હેઠળ રહેશે. કાર્યક્રમ દરમિયાન વરસાદની સંભાવનાને ધ્યાનમાં રાખીને વોટરપ્રૂફ ટેન્ટની વ્યવસ્થા કરવામાં આવી છે.
