નવી દિલ્હી : ભારતીય જનતા પાર્ટી (બીજેપી)ના વરિષ્ઠ નેતા અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે, સામ પિત્રોડાની તેમની તાજેતરની ટિપ્પણી માટે આકરી ટીકા કરી હતી. તેમણે કહ્યું કે,” દેશ ત્વચાના રંગના આધારે ભેદભાવ સ્વીકારશે નહીં.”
તેલંગાણાના વારંગલમાં, બીજી જાહેર સભાને સંબોધતા વડાપ્રધાને કહ્યું કે,” હું ભારતીયોનું અપમાન સહન નહીં કરું.” કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીનું નામ લીધા વિના વડાપ્રધાને કહ્યું કે,” મને ખબર પડી કે અમેરિકામાં એક એવા કાકા છે જે ‘રાજકુમાર’ના દાર્શનિક માર્ગદર્શક છે અને ક્રિકેટમાં થર્ડ અમ્પાયરની જેમ કામ કરે છે, આ ‘રાજકુમાર’ પણ તેમની પાસેથી સલાહ લે છે. આ દાર્શનિક માર્ગદર્શક કાકાએ કહ્યું કે, કાળી ચામડીવાળાઓ આફ્રિકાના છે. આનો અર્થ એ થયો કે, તમે દેશમાં ઘણા લોકોની ત્વચાના રંગના આધારે તેમને ગાળો આપી રહ્યા છો.”
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના વિરોધને લઈને, વિપક્ષ પર નિશાન સાધતા વડાપ્રધાને કહ્યું કે,” અમેરિકામાં રહેતા રાજકુમારના ગાઈડ અને ફિલોસોફરે આજે એક મોટું રહસ્ય ખોલ્યું છે. તેમણે કહ્યું છે કે, જેમની ત્વચાનો રંગ કાળો છે, તે બધા આફ્રિકાના છે.” વડાપ્રધાને કહ્યું કે,” આજે સ્પષ્ટ થઈ ગયું છે કે કોંગ્રેસ શા માટે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુની, ચામડીના રંગનો ઉલ્લેખ કરીને તેમનું અપમાન કરે છે. તેણે ધાર્યું કે, દ્રૌપદી મુર્મુ પણ આફ્રિકન છે અને તેથી તેઓને હરાવવા જોઈએ.”
મોદીએ કહ્યું કે,” હું આજે એક ગંભીર પ્રશ્ન પૂછવા માંગુ છું. આજે હું ખૂબ ગુસ્સે થઈ રહ્યો છું, જો કોઈ મારી સાથે દુર્વ્યવહાર કરે તો હું સહન કરી શકું છું પરંતુ ‘શહેજાદા’ના આ ફિલોસોફરે, મને આવડી મોટી ગાળ આપી છે કે, જેનાથી હું ગુસ્સો ભરાઈ ગયો છે.” તેમણે પૂછ્યું કે,” શું દેશના લોકોની ક્ષમતા તેમની ત્વચાના રંગ પરથી નક્કી થશે? રાજકુમારને, આ અધિકાર કોણે આપ્યો? જે લોકો બંધારણને માથાપર રાખીને નાચનારા તેઓ, આના આધારે મારા દેશવાસીઓનું અપમાન કરી રહ્યા છે.”
વડાપ્રધાને રાહુલ ગાંધી અને સામ પિત્રોડાને, તેમની વિભાજનકારી ટિપ્પણી માટે ચેતવણી આપતા કહ્યું કે,” આવા નિવેદનો આપણા દેશની એકતાને નુકસાન પહોંચાડી શકે છે.” તેમણે કહ્યું કે,” હું પ્રતિજ્ઞા કરું છું કે, આપણે બધા ભગવાન શ્રી કૃષ્ણના સંતાન છીએ, અને આપણે બધા જાતિ કે સંપ્રદાયને ધ્યાનમાં લીધા વિના સમાન છીએ.”
જનસભાને સંબોધતા વડાપ્રધાને કહ્યું કે,” વારંગલ મારા હૃદયમાં અને ભાજપની યાત્રામાં વિશેષ સ્થાન ધરાવે છે. 40 વર્ષ પહેલા જ્યારે, ભાજપના માત્ર બે સાંસદો હતા, તેમાંથી એક હનમકોંડાનો હતો.” તેમણે કહ્યું કે,” અમે તમારા આશીર્વાદ અને સ્નેહને ક્યારેય ભૂલી શકતા નથી. જ્યારે પણ અમને, મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો ત્યારે વારંગલના લોકોએ, હંમેશા અમારો સાથ આપ્યો છે.”
