મુંબઈ, નવી દિલ્હી, 05 મે : નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (એનસીબી) એ, થાણે જિલ્લાના મુંબ્રા વિસ્તારમાં 169.7 કિલો કોડીન સિરપ અને અલ્પ્રાજોલમની 12,400 ગોળીઓ રિકવર કર્યા બાદ એક વ્યક્તિની ધરપકડ કરી છે. એનસીબીની ટીમ આ કેસમાં ડ્રગ્સ સપ્લાય કરનાર મુખ્ય દાણચોરને શોધી રહી છે.
એનસીબી ના એડિશનલ ડાયરેક્ટર અમિત ઘાવટેએ રવિવારે મીડિયાને જણાવ્યું હતું કે, તેમની ટીમને મુંબઈ, થાણે અને નવી મુંબઈમાં ડ્રગ સપ્લાય વિશે ગુપ્ત માહિતી મળી હતી. આના પર એનસીબી ની ટીમે શનિવારે થાણે જિલ્લાના મુંબ્રામાં છટકું ગોઠવીને એક કારની તલાશી લીધી હતી. આ દરમિયાન ટીએમ સફીની કારમાંથી 169.7 કિલો કોડીન સીરપ અને અલ્પ્રાજોલમની 12,400 ગોળીઓ મળી આવી હતી.
આ પછી, જ્યારે એનસીબી ટીમે ટીએમ શફીની પૂછપરછ કરી, ત્યારે તેણે મુંબ્રા, થાણે વિસ્તારમાં અન્ય કન્સાઇનમેન્ટનું સ્થાન જાહેર કર્યું. આ પછી, નસીબીની ટીમે શફીની સૂચના પર નાઈટ્રાજેપામની 10,380 ગોળીઓ અને અલ્પ્રાજોલમની 9,600 ગોળીઓ જપ્ત કરી હતી. એનસીબીની ટીમ આ મામલે સઘન તપાસ કરી રહી છે.
