નવી દિલ્હી : વિદેશ મંત્રાલયે ભારતીય નાગરિકોને સલાહ આપી છે કે, તેઓ ઈરાન અને ઈઝરાયેલના પ્રવાસ દરમિયાન સાવધાન રહે અને ભારતીય દૂતાવાસોના સંપર્કમાં રહે.
વિદેશ મંત્રાલયના સત્તાવાર પ્રવક્તા રણધીર જયસ્વાલે, શુક્રવારે ઈરાન અને ઈઝરાયલને લગતી ટ્રાવેલ એડવાઈઝરી અંગેના એક મીડિયા પ્રશ્નના જવાબમાં કહ્યું કે, અમે આ ક્ષેત્રની સ્થિતિ પર નજીકથી નજર રાખી રહ્યા છીએ. અમે એ પણ જોયું છે કે ઈરાન અને ઈઝરાયલે ઘણા દિવસોથી પોતાનું હવાઈ ક્ષેત્ર ખોલ્યું છે.
મંત્રાલયે કહ્યું કે, અમે ભારતીય નાગરિકોને સલાહ આપીએ છીએ કે, તેઓ આ દેશોમાં મુસાફરી કરતી વખતે સાવચેત રહે અને ભારતીય દૂતાવાસના સંપર્કમાં રહે.
નોંધનીય છે કે, ગયા મહિને 12 એપ્રિલે વિદેશ મંત્રાલયે તમામ ભારતીયોને આ ક્ષેત્રમાં સુરક્ષાની સ્થિતિને ધ્યાનમાં રાખીને આગામી સૂચના સુધી ઈરાન અથવા ઈઝરાયેલની યાત્રા ન કરવાની સલાહ આપી હતી.
