નવી દિલ્હી, 17 નવેમ્બર (હિ.સ.) રાષ્ટ્રીય રાજધાની દિલ્હી અને આસપાસના મહાનગરોમાં ધુમાડા અને ધુમ્મસના કારણે વાતાવરણમાં પ્રદૂષકોની ચાદર સતત ગાઢ બની રહી છે. સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડના જણાવ્યા અનુસાર, શુક્રવારે સવારે દિલ્હી-એનસીઆરમાં ઓવરઓલ એર ક્વોલિટી ઈન્ડેક્સ (એકયુઆઈ) સ્તર 500ના આંકને વટાવી ગયું હતું. એકયુઆઈ આનંદ વિહારમાં 447, આરકેપુરમમાં 469, પંજાબી બાગમાં 484 અને આઈટીઑ માં 445 હતો. દરમિયાન, ભારતીય હવામાન વિભાગે કહ્યું છે કે, પ્રદૂષણની સાથે, આગામી થોડા દિવસોમાં દિલ્હી-એનસીઆરમાં ધુમ્મસ પણ દેખાવાનું શરૂ થશે.
સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડના જણાવ્યા અનુસાર, 24 કલાક પહેલા ગુરુવારે મુંડકા, નેહરુ નગર, પંજાબી બાગ, જહાંગીરપુરી, વજીરપુર અને દ્વારકા સેક્ટરમાં એકયુઆઈ 450 થી વધુ પહોંચી ગયો હતો. જેના કારણે આ છ સ્થળોએ હવાની ગુણવત્તા ખતરનાક શ્રેણીમાં રહી હતી. બોર્ડના જણાવ્યા અનુસાર, દિલ્હી માં એકંદરે હવા ગુણવત્તા સૂચકાંક 419 રહ્યો. આ એક ગંભીર શ્રેણી છે. એક દિવસ પહેલા તે 401 હતો. તે ફરીદાબાદમાં 424, ગાઝિયાબાદમાં 376, ગ્રેટર નોઈડામાં 340, ગુરુગ્રામમાં 363 અને નોઈડામાં 355 હતી. બોર્ડના જણાવ્યા અનુસાર, નવેમ્બરના 16 દિવસમાં દિલ્હીમાં હવાની ગુણવત્તા ત્રણ દિવસ માટે નબળી કેટેગરીમાં, પાંચ દિવસ અત્યંત નબળી, છ દિવસ ગંભીર અને બે દિવસ ખતરનાક શ્રેણીમાં રહી છે.
હિન્દુસ્થાન સમાચાર/મુકુંદ / ડો. હિતેશ
