નવી દિલ્હી, 27 ડિસેમ્બર (હિં.સ.) ‘ભારત જોડો યાત્રા’ બાદ કોંગ્રેસે હવે, રાહુલ ગાંધીના નેતૃત્વમાં ‘ભારત ન્યાય યાત્રા’ કાઢવાની જાહેરાત કરી છે. કોંગ્રેસ મહાસચિવ જયરામ રમેશે, બુધવારે પાર્ટી હેડક્વાર્ટરમાં આયોજિત પ્રેસ કોન્ફરન્સમાં, આ માહિતી આપી હતી.
તેમણે કહ્યું કે,” રાહુલ ગાંધીના નેતૃત્વમાં ‘ભારત ન્યાય યાત્રા’ 14 જાન્યુઆરીએ મણિપુરથી શરૂ થશે. જેનું સમાપન 20 માર્ચે મુંબઈમાં થશે. તે 14 રાજ્યોમાંથી પસાર થઈને, લગભગ 6200 કિલોમીટરની યાત્રા પૂર્ણ કરશે.” જયરામ રમેશે કહ્યું કે,” રાહુલ ગાંધીએ આર્થિક વિષમતા, સામાજિક ધ્રુવીકરણ અને રાજકીય તાનાશાહીનો મુદ્દો ઉઠાવ્યો છે. ‘ભારત ન્યાય યાત્રા’નો મુદ્દો, આર્થિક ન્યાય, સામાજિક ન્યાય અને રાજકીય ન્યાય છે.”
હિન્દુસ્થાન સમાચાર / આશુતોષ / મુકુંદ / માધવી
