ધાર, નવી દિલ્હી, 26 માર્ચ મધ્યપ્રદેશના ધાર જિલ્લાના પુરાતત્વીય રીતે મહત્વપૂર્ણ ભોજશાળા સંકુલમાં આજે (મંગળવારે) વૈજ્ઞાનિક સર્વેની વચ્ચે, હનુમાન ચાલીસાના પાઠ પણ કરવામાં આવશે. ભારતીય પુરાતત્વ સર્વેક્ષણની ટીમ વૈજ્ઞાનિક સર્વેક્ષણ માટે સવારે અહીં પહોંચી છે. વિભાગે 22 માર્ચે ભોજશાળા સંકુલનું પુરાતત્વીય સર્વેક્ષણ શરૂ કર્યું છે.
માનવામાં આવે છે કે, ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ આજે દિવસભર ઈમારતના પાછળના ભાગમાં સર્વે કરશે. આ સમયગાળા દરમિયાન હિન્દુ સમુદાય આખો દિવસ હનુમાન ચાલીસાના પાઠ અને પૂજા-અર્ચના કરશે. હિન્દુ સમાજના પ્રબુદ્ધ વર્ગે તેનું નામ સત્યાગ્રહ રાખ્યું છે. ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ વિભાગે મંગળવારે હિન્દુ સમુદાયને પૂજા કરવાની પરવાનગી આપી છે. આ સર્વે, મધ્યપ્રદેશ હાઈકોર્ટની ઈન્દોર બેંચના આદેશ પર કરવામાં આવી રહ્યો છે.
