શ્રીનગર, નવી દિલ્હી, 1 ડિસેમ્બર (હિ.સ.): દિલ્હી બ્લાસ્ટ કેસના સંદર્ભમાં રાષ્ટ્રીય તપાસ એજન્સીએ, સોમવારે કાશ્મીર ખીણમાં લગભગ 10 સ્થળોએ દરોડા પાડ્યા.
સૂત્રોએ જણાવ્યું હતું કે, આતંકવાદ વિરોધી એજન્સીએ મૌલવી ઇરફાન અહમદ વાગે, ડૉ. અદીલ, ડૉ. મુઝમ્મિલ અને અમીર રશીદના ઘરો સહિત લગભગ 10 સ્થળોએ દરોડા પાડ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, નદીગામ, કોઇલ, ચંદગામ, શોપિયાના મલંગપોરા ગામ અને પુલવામાના સંબુરા ગામમાં દરોડા પાડવામાં આવી રહ્યા છે.
તેમણે કહ્યું હતું કે, ટીમો એવા પુરાવા શોધી રહી છે જે ‘વ્હાઇટ-કોલર’ મોડ્યુલ અને દિલ્હી બ્લાસ્ટને જોડતા હોય શકે છે. એનઆઈએ એ અત્યાર સુધીમાં દિલ્હી બ્લાસ્ટ કેસમાં છ આરોપીઓની ધરપકડ કરી છે. 10 નવેમ્બરના રોજ દિલ્હીના ઐતિહાસિક લાલ કિલ્લા પાસે થયેલા ઉચ્ચ-તીવ્રતાવાળા કાર બોમ્બ વિસ્ફોટમાં ઓછામાં ઓછા 15 લોકો માર્યા ગયા હતા અને ઘણા લોકો ઘાયલ થયા હતા.
હિન્દુસ્થાન સમાચાર / બલવાન સિંહ / મુકુંદ
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ
