ગંગટોક, નવી દિલ્હી, 12 ડિસેમ્બર (હિં.સ.) તિબેટના ધર્મગુરુ દલાઈ લામાએ કહ્યું હતું કે,” બોધિચિત્તનો અભ્યાસ જીવનને આનંદમય બનાવે છે. તેઓ બાળપણથી જ તેનો નિયમિત અભ્યાસ અને પ્રેક્ટિસ કરે છે. આ કારણે 88 વર્ષની ઉંમરે પણ તે માનસિક અને શારીરિક રીતે સ્વસ્થ છે.” તેમણે આજે (મંગળવારે) સવારે સિક્કિમની રાજધાની ગંગટોકના પાલજોર સ્ટેડિયમમાં આયોજિત, ઉપદેશમાં આ સંદેશ આપ્યો હતો.
દલાઈ લામા દ્વારા ‘બોધિસત્વની 37 પ્રેક્ટિસ’ પર કેન્દ્રિત પ્રવચન કાર્યક્રમમાં, રાજ્યના મુખ્ય-પ્રધાન પ્રેમસિંહ તમાંગ, મંત્રીઓ, ધારાસભ્યો, રાજ્ય સરકારના વરિષ્ઠ અધિકારીઓ અને અન્ય રાજ્યોમાંથી, મોટી સંખ્યામાં સ્થાનિક અને અનુયાયીઓ ઉપસ્થિત રહ્યા હતા. દલાઈ લામા, દરેક વ્યક્તિના જીવનમાં બોધિચિત્તના નિયમિત અભ્યાસ પર ભાર મૂકે છે. તેમણે કહ્યું કે,” આનાથી મન શાંત રહે છે. શાંત મન જ શરીર અને મનને સ્વસ્થ રાખે છે. બોધિચિત્તનો અભ્યાસ એ પવિત્ર વિચાર છે. તે તમામ જીવો પ્રત્યે સુખાકારીની લાગણીનો સંચાર કરે છે.
તેમણે કહ્યું કે,” તેઓ તેમના રોજિંદા જીવનમાં, બોધિચિત્તનો અભ્યાસ કરે છે. પૃથ્વીથી આકાશ સુધીના તમામ જીવોના, હિત અને કલ્યાણનો વિચાર કરવો. બોધિચિત્તનો અભ્યાસ કરવો એ, બધા લોકો સાથે દયાળુ બનવું છે, લડવું નહીં, સમાન વર્તન કરવું, બધા સાથે ન્યાયી બનવાનો અભ્યાસ છે.” ઉલ્લેખનીય છે કે, દલાઈ લામા ગઈકાલે, ચાર દિવસની મુલાકાતે સિક્કિમ પહોંચ્યા હતા. તેઓ 14મી ડિસેમ્બરે સિક્કિમથી પરત ફરી રહ્યા છે.
હિન્દુસ્થાન સમાચાર / બિશાલ / મુકુંદ / માધવી
