મુંબઈ, નવી દિલ્હી, 17 ઓક્ટોબર : ગઈકાલે રાત્રે, પુણે જિલ્લામાં મુંબઈ-બેંગલુરુ હાઈવે પર નવલે બ્રિજ અને સ્વામિનારાયણ મંદિર પાસે અથડામણ બાદ બે કન્ટેનરમાં આગ લાગી હતી. આ અકસ્માતમાં કન્ટેનરની કેબિનમાં બેઠેલા ચાર લોકોના મોત થયા હતા, જ્યારે બે લોકો દાઝી ગયા હતા. બંનેને નજીકની હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે. મૃતકોમાં એક બાળકનો પણ સમાવેશ થાય છે.
પોલીસના જણાવ્યા અનુસાર, સોમવારે મોડી રાત્રે એક કન્ટેનર મુંબઈ તરફ આવી રહ્યું હતું. સ્વામિનારાયણ મંદિર પાસે પાછળથી પૂરપાટ ઝડપે આવી રહેલા કન્ટેનર સાથે તેની ટક્કર થઈ હતી. જેના કારણે આગળનું કન્ટેનર પલટી ગયું હતું અને પાછળના કન્ટેનરમાં આગ લાગી હતી. કન્ટેનરની કેબિનમાં છ લોકો મુસાફરી કરી રહ્યા હતા.આ મામલે તપાસ કરવામાં આવી રહી છે.
