નવી દિલ્હી, 18 ઓગસ્ટ (હિ.સ.) બિહારમાં મતદાર યાદીના વિશેષ સઘન સુધારા (એસઆઈઆર) અને મત ચોરીના
આરોપ સામે આજે વિપક્ષના સાંસદોએ સંસદ ભવનના પરિસરમાં વિરોધ પ્રદર્શન કર્યું. આ
વિરોધ પ્રદર્શનનું નેતૃત્વ કોંગ્રેસ અધ્યક્ષ અને રાજ્યસભામાં વિરોધ પક્ષના નેતા
મલ્લિકાર્જુન ખડગેએ કર્યું હતું. આ દરમિયાન રાજ્યસભામાં કોંગ્રેસના ઉપનેતા પ્રમોદ
તિવારી, કોંગ્રેસના
મહાસચિવ કે.સી. વેણુગોપાલ,
સમાજવાદી
પાર્ટીના પ્રમુખ અખિલેશ યાદવ, ધર્મેન્દ્ર યાદવ, પ્રિયા સરોજ અને રાષ્ટ્રીય જનતા દળના સાંસદ મનોજ ઝા સહિત
અનેક વિપક્ષી પક્ષોના સાંસદોએ ભાગ લીધો હતો.
બધા નેતાઓએ હાથમાં બેનરો અને પોસ્ટરો લઈને વિરોધ પ્રદર્શન
કર્યું હતું, જેના પર એસઆઈઆર
પાછો લો અને મત ચોરી બંધ કરો જેવા સૂત્રો લખેલા હતા. વિરોધ
પ્રદર્શન દરમિયાન, સાંસદોએ ચૂંટણી
પંચ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા અને બિહારમાં એસઆઈઆરને તાત્કાલિક બંધ કરવાની માંગ
કરી.
મલ્લિકાર્જુન ખડગેએ એક્સપર લખ્યું હતું
કે,” ચૂંટણી પંચ તેની બંધારણીય ફરજથી મોઢું ફેરવીને રાજકીય પક્ષોના વાસ્તવિક
પ્રશ્નોને ટાળી શકે નહીં. મતદાનનો અધિકાર એ ભારતના બંધારણ દ્વારા આપવામાં આવેલ
સૌથી મહત્વપૂર્ણ અધિકાર છે. ભારત લોકશાહીનું ગળું દબાવવાના કોઈપણ પ્રયાસનો સખત
વિરોધ કરશે.”
હિન્દુસ્થાન સમાચાર / પ્રશાંત શેખર / પવન કુમાર
હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ
