નવી દિલ્હી,15 ઓક્ટોબર : કોંગ્રેસે આજે મધ્યપ્રદેશ વિધાનસભા ચૂંટણી માટે પોતાના ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી છે. જેમાં 144 બેઠકો માટે ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી છે.
મધ્ય પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ કમલનાથને છિંદવાડાથી, દિગ્વિજય સિંહના પુત્ર જયવર્ધન સિંહને રાઠોગઢથી અને સંજય શુક્લાને ઈન્દોર-1થી મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. આ સિવાય ભોપાલ સેન્ટ્રલથી આરીફ, રાઉથી જીતુ પટવારીને અને ગ્વાલિયર ગ્રામીણથી સાહિબ સિંહ ગુજરને ટિકિટ આપવામાં આવી છે.
