નવી દિલ્હી,15 ઓક્ટોબર : કોંગ્રેસે આજે છત્તીસગઢ વિધાનસભા ચૂંટણી માટે તેના ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી છે. આ યાદીમાં 30 વિધાનસભા બેઠકો માટે નામોની જાહેરાત કરવામાં આવી છે.
કોંગ્રેસે પાટણથી મુખ્યમંત્રી ભૂપેશ બઘેલ, અંબિકાપુરથી નાયબ મુખ્યમંત્રી ટીએસ સિંહ દેવ, સીતાપુર (ST બેઠક)થી અમરજીત ભગત, ખરસિયાથી ઉમેશ પટેલ, કોરબાથી જયસિંહ અગ્રવાલ, શક્તિથી ડો. ચરણદાસ મહંતને મેદાનમાં ઉતાર્યા છે. ઉલ્લેખનીય છે કે છત્તીસગઢમાં વિધાનસભાની 90 બેઠકો છે. અહીં 7 અને 17 નવેમ્બરે મતદાન થશે. મતગણતરી 3 ડિસેમ્બરે થશે.
