નવી દિલ્હી, 19 ઓક્ટોબર (હિં.સ.) ન્યૂઝક્લિકના સ્થાપક પ્રબીર પુરકાયસ્થ અને એચઆર હેડ અમિત ચક્રવર્તીની ધરપકડને પડકારતી અરજીની સુનાવણી કરતી વખતે સુપ્રીમ કોર્ટે દિલ્હી પોલીસને નોટિસ જારી કરી છે. કોર્ટે કેસની આગામી સુનાવણી 30 ઓક્ટોબરે કરવાનો નિર્દેશ આપ્યો છે.
13 ઓક્ટોબરે દિલ્હી હાઈકોર્ટે પ્રબીર પુરકાયસ્થ અને અમિત ચક્રવર્તીની ધરપકડને પડકારતી અરજી, ફગાવતા હાઈકોર્ટે કહ્યું હતું કે,” અરજી પાયાવિહોણી છે.” ન્યૂયોર્ક ટાઈમ્સમાં પ્રકાશિત એક સમાચારના આધારે પ્રબીર પુરકાયસ્થ અને અમિત ચક્રવર્તીની દિલ્હી પોલીસે 3 ઓક્ટોબરે ધરપકડ કરી હતી.
ન્યૂયોર્ક ટાઈમ્સમાં સમાચાર પ્રકાશિત થયા હતા કે,’ ન્યૂઝક્લિકને ચીની પ્રચારને પ્રોત્સાહન આપવા માટે પૈસા મળ્યા હતા.’ આ સમાચાર અનુસાર, અમેરિકન કરોડપતિ નેવિલ રોય સિંઘમે, ચીનના પ્રચારને પ્રોત્સાહન આપવા માટે ન્યૂઝક્લિકને પૈસા આપ્યા હતા. આ મામલામાં 3 ઓક્ટોબરે ઘણા પત્રકારો, યુટ્યુબર્સ અને કાર્ટૂનિસ્ટના ઘરો પર દરોડા પાડવામાં આવ્યા હતા.
હિન્દુસ્થાન સમાચાર / સંજય / સુનીત / દધીબલ / માધવી
